Abtak Media Google News

પાર્શ્વ ગાયિકા કવિતા કૃષ્ણમુર્તિ પ્રસ્તુત કરશે વિશેષ કાર્યક્રમ: રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ઈશ્ર્વરસિંહ ટી.પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત

આગામી તા.૭ જુનને શુક્રવારના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જાજરમાન પંડિત ઓમકારના શાસ્ત્રીય  સંગીત એવોર્ડ સમારોહ યોજાનાર છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કલાના કસબીઓને એવોર્ડી નવાઝવામાં આવશે. આ તકે ભારતના જાણીતા પાર્શ્ર્વ ગાયીકા કવિતા કૃષ્ણમુર્તિ પોતાની વિશેષ કલા રજૂ કરશે.

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા શુક્રવારે યોજાનાર પંડિત ઓમકારના શાસ્ત્રીય  સંગીત એવોર્ડ સમારોહમાં ચાર મહાનુભાવોને સન્માનીત કરવામાં આવશે. જેમાં પદ્મશ્રી પંડિત અજોય ચક્રવર્તી (વર્ષ ૨૦૧૪-૧૫) પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તુફા ખાન (વર્ષ ૨૦૧૫-૧૬), પદ્મશ્રી પંડિત ઉલ્લાસ એન.કાસલકર (વર્ષ ૨૦૧૬-૧૭) અને પદ્મશ્રી શેખર સેન (વર્ષ ૨૦૧૭-૧૮)નો સમાવેશ કરાયો છે.

શાસ્ત્રીય  સંગીતની સાધના અને સંવર્ધનમાં સમર્પિત મૂર્ઘન્ય મહાનુભાવોને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે એવોર્ડ અર્પણ કરાશે.

સમારોહમાં અતિથિ વિશેષ પદે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને મહેમાન પદે ઈશ્ર્વરસિંહ ટી.પટેલ (મંત્રી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, ગુજરાત રાજય) ઉપસ્તિ રહેશે. આ અવસરે એવોર્ડ વિજેતા શિરમોર શાસ્ત્રીય  ગાયકો અને ભારતના જાણીતા પાર્શ્ર્વ ગાયીકા કવિતા કૃષ્ણમુર્તિ વિશેષ કાર્યક્રમ પ્રસ્તુત કરશે.

કાર્યક્રમની ‚પરેખામાં સૌપ્રમ મંગલદિપ પ્રાગ્ટય ત્યારબાદ સન્માન અને એવોર્ડ અર્પણવિધિ, ત્યારબાદ એવોર્ડ વિજેતા કલાકારોની પ્રસ્તુતી અને અંતમાં કવિતા કૃષ્ણમુર્તિ પોતાનો વિશેષ કાર્યક્રમ રજૂ કરશે.

આ સમારોહમાં આમંત્રીતોને સમયસર સન ગ્રહણ કરી અલભ્ય લ્હાવો લેવા આઈએએસ આર.સી.મીના, ગુજરાત રાજય નાટક અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાએ અનુરોધ કર્યો છે.

પદ્મવિભૂષણ ઉસ્તાદ ગુલામ મુસ્તુફા ખાન, પદ્મશ્રી પંડિત અજોય ચક્રવર્તી, પદ્મશ્રી પંડિત ઉલ્હાસ એન.કાશલકર, પદ્મશ્રી શેખર સેનને મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે એવોર્ડ અર્પણ

The-Classical-Music-Awards-Ceremony-Was-Organized-On-Friday-By-The-Famous-Pandit-Omkar
the-classical-music-awards-ceremony-was-organized-on-friday-by-the-famous-pandit-omkar

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.