Abtak Media Google News

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ આ વખતે સિંગલ્સ ડે સેલ પર રેકોર્ડ બ્રેક કરી દીધો છે. સિંગલ્સ ડે સેલના દિવસે કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો. આ ઇવેન્ટમાં તેણે 1.64 લાખ કરોડ રૂપિયા (25.3 અરબ ડૉલર)નું વેચાણ કર્યુ છે. તમને જણાવી દઇએ કે ચીનમાં 11 નવેમ્બરના સિંગલ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, તેનો ટ્રેન્ડ 1990માં શરૂ થયો હતો, જે યુવાનો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે.

માત્ર 3 મિનિટમાં 9.8 હજાર કરોડનું વેચાણ:

કંપની અનુસાર, એક દિવસના ઇવેન્ટમાં અલીબાબાએ માત્ર 1 કલાકમાં 65 હજાર કરોડ રૂપિયા (10 અરબ ડૉલર)નું સેલ થયુ છે. શરૂઆતની 3 મિનિટમાં 1.5 અરબ ડૉલર એટલે કે 9.8 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ગત વર્ષે આ સેલ થવા માટે 6 મિનિટ 3 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો. આ મામલાએ કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો.

ચીનની સૌથી મોટી ઇવેન્ટ:

અલીબાબાના કો-ફાઉન્ડર અને વાઇસ ચેરમેન અનુસાર, ચીનની ઇકૉનોમી માટે આ સૌથી મોટી ઇવેન્ટ છે. સિંગલ્સ ડે શોપિંગ એક સ્પોર્ટ અથવા તો એક એન્ટરટેનમેન્ટ છે. ચીનની ડિસ્પોઝેબલ ઇનકમ વધી રહી છે. દેશમાં મિડિલ ક્લાસ કન્ઝ્યૂમરની વસ્તી 30 કરોડથી વધારે છે, જેના કારણથી કંપનની ઑનલાઇન સેલ વધી રહી છે.

અમેઝોનની સેલથી 18 ગણી મોટી:

અલીબાબાએ દાવો કર્યો છે કે, અત્યાર સુધી આ સેલના સરખામણીએ સિંગલ્સ ડે એમેઝોન પ્રાઇમ ડે સેલ 18 ગણું વધારે છે. બ્લેક ફ્રાઇડે અને સાઇબર મન્ડેની જોઇન્ટ સેલથી 2.5 ગણું વધારે છે. ગત વર્ષે 18.1 લાખ અરબ ડૉલરની સેલ થઇ હતી. અલીબાબાના ઇ-વેન્ચર TMall પર 2016માં સિંગલ્સ ડે દરમિયાન 13 કલાકમાં 18.1 અરબ ડૉલર અટલે કે લગભગ 1.18 લાખ રૂપિયાનું સેલ થયું હતુ.

શું છે સિંગલ્સ ડે:

ચીનાં સિંગલ્સ ડે 11 નવેમ્બરના સેલિબ્રેટ કરવામાં આવે છે, તેણો ટ્રેન્ડ 1990થી શરૂ થયો હતો. ખાસ કરીને યુવામાં તે ખૂબ જ પૉપ્યુલર છે. એક દિવસની સેલમાં ઑનલાઇન શોપિં, ખાસ કરીને સ્માર્ટફોનનું વેચાણ થાય છે. આ જ કારણથી બીજી ઇ-કોમર્સ કંપનીએ કેલાક વર્ષોથી સિંગલ્સ ડે પર ખાસ કરીને સેલ લગાવે છે, જેણો ફાયદો તેમણે મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.