Abtak Media Google News

ક્રિયટન સમયે પેટનાં અંદરનાં ભાગે ઈજાઓ પહોચતા મહિલાને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાઈ

ધ્રાગધ્રા શહેરમા છેલ્લા ચારેક વષઁમા અઢળક ખાનગી હોસ્પીટલો ખુલ્લા મુકાયા છે. ત્યારે ધ્રાગધ્રા શહેરમા હજુ કેટલાક તબીબો એવા પણ છે જેઓ ખાનગી હોસ્પીટલના બહાને લોકોની “જીંદગી” સાથે રમત રમે છે. જેમા હાલમા જ ધ્રાગધ્રા શહેરની જૈન મેટરનીટીના તબીબ ડો. પ્રજ્ઞેશ ખેડાવાલાનો બેદરકારી ભયોઁ કિસ્સો ખુબજ ચકચારી રહ્યો હતો તેવામા ફરીથી એક અન્ય ખાનગી હોસ્પીટલના તબીબ દ્વારા શહેરની સરકારી હોસ્પીટલમા સેવા આપવાના બહાને રુપિયા તો પડાવાય છે પરંતુ સાથો-સાથ આ દદીઁના ઓપરેશન કરતા સમયે પેટના અન્ય ભાગે ઇજાઁ થતા દદીઁ મહિલાની હાલત ગંભીર હોવાનુ મનાય છે.

જેમા ધ્રાગધ્રા શહેરમા રહેતા મુળ ઉત્તર પ્રદેશના ધરમવતી સંતોષભાઇ નામની મહિલા ૨૪ઓક્ટોમ્બરના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના સમયે તેઓના પરીવાર સાથે શહેરની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે ગયેલ જ્યા તબીબ દ્વારા મહિલાના પેટમા રહેલા અંદાજે ત્રીસેક દિવસના ગભઁને હટાવી દેવાની સલાહ આપી હતી અને વળી આ ક્રિયટન માટે ધ્રાગધ્રાની સરકારી હોસ્પીચલમા દાખલ થવાનુ જણાવ્યુ હતુ. આ મજુર અને અશિક્ષીત વગઁના લોકોએ ખાનગી હોસ્પીટલના તબીબના કહેવા પ્રમાણે સરકારી હોસ્પીટલમા દાખલ થયા હતા.

જ્યા તેઓનુ ક્રિયટન આવ્યુ બાદમા મહિલાનુ ઓપરેશન (ક્રિયટન) કયાઁ બાદ તેઓને ચાર કલાક બાદ પેટમા દુખાવો થતા સરકારી હોસ્પીટલના તંત્રે હાથ અધ્ધર કરી દીધા હતા અને તાત્કાલિક ધોરણે આ મહિલાને સુરેન્દ્રનગર લઇ જતા મહિલાની હાલત ગંભીર હોવાના લીધે ત્યાથી અમદાવાદ રીફર કરાયા હતા.

હાલ મહિલાની હાલત ખુબજ ગંભીર છે અને મહિલા સાથે પરીવારના જણાવ્યા અનુશાર સરકારી હોસ્પીટલમા થયેલ ક્રિયટન સમયે મહિલાના પેટમા અન્ય ભાગે ઇજાઁ થતા મહિલાની હાલત આ પ્રકારે થઇ હોવાનો આક્ષેપ કરાય છે. જેથી સ્પષ્ટ રીતે અહિ સરકારી હોસ્પીટલમા ઓપરેશન કરેલ તબીબની બેદરકારી દેખાઇ રહી છે જોકે હજુસુધી મહિલાની હાલત બાબતે અમદાવાદના તબીબ દ્વારા આગળ વધુ કઇ પણ કહી શકે તેવી પરીસ્થિતી નહિ હોવાનુ જણાવ્યુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.