Abtak Media Google News

રૂ.૪૦ લાખના ૨૩.૭૦૦ કિલો ચરસ સાથે ત્રણ કાશ્મીરી શખ્સો સાથે પોરબંદર અને જૂનાગઢના શખ્સો ઝડપાયા

કાશ્મીરથી સફરજનની આડમાં ચરસનો જથ્થો લાવ્યાનું ખુલ્યું: નાકોર્ટીક બ્યુરોની ટીમ દ્વારા પોરબંદરમાં તપાસ

કચ્છના દરિયાઇ માર્ગે ઘુસાડાતો ચરસનો જથ્થો અવાર નવાર પકડાય છે ત્યારે કાશ્મીરથી સફળજનની આડમાં ૨૩ કિલો ૭૦૦ ગ્રામ ચરસનો જંગી જથ્થો અમદાવાદના વસ્ત્રાલય પાસે પાંચ શખ્સોને એસીબીની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પાંચ શખ્સો પૈકી ત્રણ કાશ્મીરના, એક જૂનાગઢ અને એક પોરબંદરના શખ્સ પકડાતા નાકોર્ટીક બ્યુરોની ટીમ પોરબંદર દોડી આવી હતી પણ કંઇ હાથ લાગ્યુ ન હતું.

Advertisement

ચરસ સાથે ઝડપાયેલા પોરબંદરનો અવેશખાન હસીમખાન પઠાણ મચ્છી મારીનો વ્યવસાય કરતો હતો ત્યાર બાદ તે મોબાઇલનો ધંધો કરતો હતો અને થોડા સમય પૂર્વે કાશ્મીર ગયો હોવાથી ડગ્સ માફિયાના સંપર્કમાં આવ્યાની શંકા વ્યક્ત થઇ રહી છે.

દેશભરમાં ડ્રગ્સનો કાળો કારોબાર ફેલાયેલો છે. આ નેટવર્ક મોટા પ્રમાણમાં ફેલાયેલું હોય તેમ છાશવારે ગાંજો, અફીણ, ચરસ સહીતના ડ્રગ્સ પકડાય છે, હાલ ગુજરાત એન.સી.બી. ની ટીમે ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ શખ્સોને દબોચી લીધા છે. જેમાં પોરબંદરના યુવાનનો પણ સમાવેશ થાય છે.

Img 20210129 Wa0008

ગુજરાત એન.સી.બી. ની ટીમે અમદાવાદના વસ્ત્રાલય પાસે એક ટ્રકને રોકી ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે આ ટ્રકમાં કાશ્મીરથી સફરજનની આડમાં લવાતું લાખો રૂપીયાનું ચરસ ઝડપાયું હતું. એન.સી.બી. ની ટીમે અંદાજે ૩પ થી ૪૦ લાખ રૂપીયાના ચરસના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા યુવકોમાં મુરીદ અલઅશરફ, રાજા રમીઝ ખાન અને મહમ્મદ ઈરફાન ચોપન નામના ત્રણ શખ્સો જમ્મુ-કાશ્મીરના રહેવાસી હોવાની ઓળખ થઈ હતી. જ્યારે અન્ય બે યુવાનોમાં મકબુલ યુસુફ મહીડા નામના જૂનાગઢના યુવાનનો અને અવેશખાન હસીમખાન પઠાણ નામના યુવાનનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આ શખ્સો પાસેથી ર લાખ પ૮ હજારની રોકડ પણ મળી આવી હતી. ઝડપાયેલા કાશ્મીરી ચરસનું વજન ર૩ કિલો ૭૦૦ ગ્રામ જેટલું થવા પામ્યું છે. ચરસના જથ્થા સાથે પોરબંદરનો યુવાન પણ ઝડપાતા પોરબંદરમાં ચકચાર મચી ગઈ છે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નાકર્ોટીકસ ક્ધટ્રોલ બ્યુરોની ટીમ પોરબંદરમાં પણ તપાસમાં આવી હોવાનું જાણવા મળે છે. ચરસ સાથે ઝડપાયેલા અવેશના પિતા અગાઉ શહેરના જાણીતા હાડવૈદ્ય હોવાનું જાણવા મળે છે. જો કે તેના અવસાન બાદ તેનો મોટો પુત્ર એટલે કે અવેશનો મોટો ભાઈ આ વ્યવસાય સંભાળતો હોવાનું જાણવા મળે છે. પોરબંદરના અવેશ પઠાણના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે તેનો પુત્ર અવેશ અગાઉ મચ્છીનો ધંધો કરતો હતો અને તે પહેલા મોબાઈલનો વ્યવસાય પણ કરતો હતો. જો કે ડ્રગ્સના કાળા કારોબાર સાથે તેનો પુત્ર સંડોવાયેલો હોવા અંગે પરિવારને કોઈ જાણકારી કે માહિતી ન હોવાનું જણાવ્યું હતું. ડ્રગ્સ મામલે ઝડપાયેલો અવેશ પરીણિત હોવાનું અને તેને સંતાનમાં ૪ વષ્ર્ાનો એક પુત્ર હોવાનું પણ જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.