Abtak Media Google News

ઉપલેટા શહેરમાં છેલ્લા ૧ર વર્ષ થયા રાજકોટ શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખાના પ્રમુખ ભરત રાણપરીયા દ્વારા વિવિધ સામાજીક પ્રવૃતિ કરી શહેરના વિવિધ ક્ષેત્રના લોકોને યોગ્ય સમયે બિરદાવી તેની કામગીરીની નોંધ લેવામાં આવે છે ત્યારે ૧લી જુલાઇ એટલે ડોકટર ડે ને સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે છેલ્લા વર્ષા થયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા દ્વારા ઇશ્ર્વરનું બીજુ સ્વરુપ માનવામાં આવતા શહેરના સેવાભાવિ ડોકટરોને પ્રોત્સાહીત કરવા દર વર્ષ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે ૧લી જુલાઇ ૨૦૧૮ના દિવસે શહેરના સેવાભાવી ડોકટરોના હાથે દિવ્યજયોત વિકલાંગ બાળકોની સંસ્થામાં રહેતા બાળકોને કેરીનો રસ, પુરી, શુકી ભાજી તેમજ આઇસ્ક્રીમ સહીતની વસ્તુઓ ડોકટરોએ પોતાના હાથે બાળકોને ખવરાવી બાળકોના માતા-પિતા તુલ્ય બની પ્રેમ પુરો પાડેલ હતો આ અનોખી રીતે ડોકટર-ડેની ઉજવણી શહેરના વિવિધ અધિકારીઓ વિવિધ સમાજના પ્રમુખો અને પ્રબુઘ્ધ નાગરીકોએ આવકારી હતી. આ પ્રસંગને દિપાવવા શહેરમાં વયોવૃઘ્ધ ડો. ગોપીબેન ભાટીયા ખાસ ઉ૫સ્થિત રહી ડોકટરર્સને ને ડોકટર ડે નિમીતે શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

બાળકોને ભોજન કરાવી શહેરના ડોકટરો તેમજ આગેવાનોએ બાળકો સાથે ભોજન કરેલ હતું. આ તકે શહેરના સેવાભાવિ વિશ્ર્વાસ હોસ્૫િટલના સર્જન રોહિત ગજેરા, ડો. નયન સોલંકી, ડો. ગીતા સોલંકી, ક્રિષ્ના હોસ્પિટલના સર્જન ડો. પિયુષ કણસાગરા, જાણીતા ગાયનેક ડો. જયોતિ કણસાગરા, ન્યુલાઇફ હોસ્પિટલના ડો. બ્રિજેશ મોડીયા, ચાંદની મોડીયા શિવ હોસ્પિટલ બાલકોના ડો. આશિષ ધેટીયા, સંજીવની હોસ્પિટલ વાળા ગાયનેક ડો. હંસાબેન કણસાગરા, સીવીલ સુપ્રિસ્ટેન્ડર ડો. મેહુલ કણસાગરા, આંખના હોસ્પિટલના સર્જન ડો. ખ્યાતિ કેશવાલા, શુભમ હોસ્પિટલના બાળકોના ડોકટર સુનીલભાઇ  ભારાઇ, પલ ઇમેજીગ વાળા ડો. જીગર ડેડાણીયા, ડો. તકવી ડેડાણીયા, વાત્સલ્ય હોસ્પિટલવાળા ગાયનેક ડો. પ્રતિક ભાલોડીયા, ડો. પ્રીયંકા ભાલોડીયા, સીવીલ હોસ્પિટલના ડો. મહેન્દ્ર વાળા, કાન- નાક -ગળાના ડો. નિયેષ પટેલ, ડો. દિવ્યેશ પરમાર, મીતલેબ વાળા, ડો. મિતલ વાઢેર, ડો. સાજીદ હિગોરા, ડો. કોમલ બેરીયા, ડો. તૃપ્તિબેન પટેલ, સૌરાષ્ટ્રના જાણીતા લોક ગાયક માલદે આહિર, શમેરના પી.આઇ. એલ.એલ. ભટ્ટ, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઇ ગણાત્રા, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, બ્રહ્મસમાજના પ્રમુખ પ્રદીપભાઇ જોશી, ક્ષત્રીય સમાજના પ્રમુખ રણુભા જાડેજા, કારોબારી સમીતીના પૂર્વ ચેરમેન આર.પી.પટેલ ચેમ્બર ઓફ કોમર્સ ના અગ્રણી નિલુભાઇ ગોધીયા, ભાજપના અગ્રણી કીરીટભાઇ પાદરીયા, નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમસિંહ સોલંકી, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, રસીદભાઇ કે.ડી. સિણોજીયા, પ્રાર્થ પ્લાસ્ટીક વાળા રસીદભાઇ શિવાણી વલ્લભભાઇ મુરાણી, શિક્ષણવિદ દિવ્યકાંન્ત ભટ્ટ શહેર કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઇ વ્યાસ, શ્રી પ્રોવીઝન વાળા કિશોરભાઇ વેકરીયા, દિવ્યાંગ બાળકોની સંસ્થાના કિરણબેન પીઠીયા, રાજમોતી ગૌ શાળાના ભરત કલોલા, અશ્ર્વિન ગજેરા વસંતભાઇ કોરાટ, મિલન અગ્રાવત સહીત આગેવાનો હાજર રહેલા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.