Abtak Media Google News

ભાજપ અને કોંગ્રેસના ૧૭ કોર્પોરેટરોએ ૪૦ પ્રશ્ર્નો રજૂ કર્યા: બોર્ડ તોફાની બની રહે તેવા એંધાણ: વિધાનસભાની ચૂંટણી જાહેર થશે તો બોર્ડ વંદે માતરમ્ ગાન પુરતુ સીમિત રહેશે

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી ઓકટોબર એટલે કે કાળી ચૌદશના દિવસે સવારે ૧૧:૦૦ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં લોક પ્રશ્ર્ને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો કકળાટ કાઢે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બન્ને પક્ષના ૧૭ કોર્પોરેટરોએ ૪૦ પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે. જો આવતા સપ્તાહે વિધાનસભા ચૂંટણી તારીખ નક્કી થઈ જશે તો બોર્ડ બેઠક માત્ર વંદે માતરમ્ના ગાન પુરતી સિમિત રહેશે.

Advertisement

આગામી ૧૮મી ઓકટોબરે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૯ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૮ કોર્પોરેટરોએ ૧૮ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. પ્રશ્ર્નોતરીકાળમાં સૌપ્રથમ ભાજપના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયાના પ્રશ્ર્ન સ્ટોર અંગેની ચર્ચા થશે. ત્યારબાદ સંજય અજુડીયાના વોટર વર્કસ અને ટીપી અંગેના બાબુભાઈ આહિરના જગ્યા રોકાણ અને સેન્ટ્રલ વર્કશોપ અંગેના દલસુખભાઈ જાગાણીના વહીવટી તંત્ર, ડ્રેનેજ આજી જીઆઈડીસી અંગેના, જાગૃતિબેન ધાડીયાના રોડ, ડીવાઈડર, શ્ર્વાસ ખસીકરણ અંગેના, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના પાણી વિતરણ, રોગચાળો અને આજી નદી સુધારણા અંગેના, અનિતાબેન ગોસ્વામીના રોશની અને ટીપી શાખાને લગતા, મનસુખભાઈ કાલરીયાના પાણી વિતરણ, ખુલ્લા પ્લોટ અને ગ્રાન્ટના કામો અંગેના, ‚પાબેન શિલુના વહીવટી તંત્ર અને ટ્રાફિક સર્કલ અંગેના, મનિષભાઈ રાડીયાના સીસીટીવી કેમેરા, ડ્રેનેજ અને ટીપી અંગેના અજયભાઈ પરમારના વોટર વર્કસ અને સોલીડ વેસ્ટ અંગેના, પ્રિતીબેન પનારાના સોલીડ વેસ્ટ અને ગાર્ડન અંગેના, ઘનશ્યામસિંહ જાડેજાના વર્કશોપ અંગેના, રેખાબેન ગજેરાના ગાર્ડન અને રસ્તા અંગેના, સીમીબેન જાદવના સોલીડ વેસ્ટ અંગેના, જાગૃતિબેન ડાંગરના એકાઉન્ટ વિભાગને લગતા અને વલ્લભભાઈ પરસાણાના ટીપી શાખાને લગતા પ્રશ્ર્નોની જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવશે. બોર્ડ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો અધિકારીઓને ભીડવે તેવી સંભાવના જણાય રહી છે.છેલ્લા કેટલાક સમયથી સભાગૃહના અધ્યક્ષ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, બોર્ડ બેઠક વખતે પ્રેક્ષક ગેલેરીમાં પ્રેક્ષકોને પ્રવેશવા દેતા નથી. આ પરંપરા આ વખતે પણ ચાલુ રહે તેવી જણાય રહી છે. બોર્ડ બેઠકની અલગ અલગ પાંચ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે જેમાં ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ ‚લ્સ ૨૦૧૬ની જોગવાઈ મુજબ વેન્ડર એકટ અન્વયે રાજય સરકાર દ્વારા મોકલવામાં આવેલા ડ્રાફટ પરામર્શ યોજનાને ગ્રાહ્ય રાખવા, આરોગ્ય શાખાની મેલેરીયા ઈન્સ્પેકટરની જગ્યાની ભરતીના નિયમમાં સુધારો કરવા, વોર્ડ નં.૩માં શાળાની ૧૦માં નવું રેનબસેરા બનાવવા અને ટીપી સ્કીમ નં.૨ નાનામવા અંતિમ ખંડ નં.૭૮૪ એએસસીડબલ્યુએસ હેતુના અનામત પ્લોટ પૈકીના ૫૫૫૧ ચો.મી.જગ્યા, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે હેતુફેર કરવા અંગે નિર્ણય લેવાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.