Abtak Media Google News

દેશના અર્થતંત્રના પુરક પરિમાણ તરીકે બેન્કિંગ ક્ષેત્રની તરલતા અને મજબુતિથી જ દેશનું આર્થિક તંત્ર આત્મવિશ્ર્વાસથી આગળ વધે છે. ભારતીય બેંક ક્ષેત્ર પર નાદાર કંપનીઓની લોનના ભારણ અને નોન પરર્ફોમિંગ એસેટ એનપીએનું ભારણ ઓછુ થાય તે માટે સરકારે કવાયત હાથ ધરી છે.

દેશના અર્થતંત્રને 5 ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટે અર્થતંત્રને પગભર કરવા માટે અનેકવિધ ક્રાંતિકારી પગલાઓનો દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમાં દેશના બેન્કિંગ ક્ષેત્રને સધ્ધર કરવાનો પણ સમાવેશ થાય છે. અલબત બેન્કિંગ ક્ષેત્રે પણ રહેલા નાદાર થયેલા લોન ધારકો અને નોન ફરફોર્મિંગ એસેટ ઘટાડવા માટે સરકારે નીતિ વિષયક નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલયે 500 કરોડથી વધુ મોટા નાદાર લોન ધારકોના ખાતાને રાષ્ટ્રીય મિલકત પુન: સંકલીત કંપનીના હવાલે કરવાનું નક્કી કર્યું છે.

2021ના બજેટમાં સરકારે જાહેર કરેલી બેડ બેન્ક નીતિમાં રાષ્ટ્રીય મિલકત પુન: સંકલીત કંપની એટલે કે, નેશનલ એસેટ રિક્ધટ્રકશન કંપની લીમીટેડનું નામ સુચવવામાં આવ્યું છે. બેડ બેંક એ નાણાકીય સંસ્થાને સમર્પિત છે. લોન લેનારની નોન પરફોર્મિંગ એસેટ સંભાળી લેશે અને તેનો નિકાલ કરવાની સ્વાયતતા ધરાવે છે.

80 જેટલા એનપીએ ખાતાઓની લોન માટે મુકવામાં આવેલી સંપતિની 100 એ 100 ટકા મિલકત નેશનલ એસેટ રિક્ધટ્રકશન કંપની લીમીટેડ રાષ્ટ્રીય મિલકત પુન: સંકલીત કંપનીને સોંપી દેવામાં આવશે જે પોતાની રીતે મિલકતનો નિકાલ કરી શકશે. બેંકો દ્વારા નોન પરફોર્મિંગ એસેટની સંપતિ અન્યને આપીને પોતાના ખાતા ચોખ્ખા કરવામાં મદદરૂપ થશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમને પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, બેંકો માટે એનપીએ મોટી સમસ્યા છે. કેટલાંક ચોક્કસ કારણોથી લોન માટે ગીરો મુકવામાં આવેલી મિલકતોનો નિકાલ બેંક કરી શકતી નથી એટલે સંપતિના નિકાલ માટે એસેટ મેનેજમેન્ટ કંપની બનાવવાનું નક્કી કર્યું છે. 2020 સુધીમાં લગભગ 1.9 લાખ કરોડ જેટલી લોનોને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. હવે સંપતિ પુન: નિર્માણ કંપનીઓને સુગમ કામગીરી માટે આરબીઆઈએ આવી સંસ્થાઓના કામની વિસ્તૃત સમીક્ષા કરવા માટે એક સમીતી બનાવવામાં આવી હતી. 2002માં નાણાકીય સંપતિ અને એન્ફોર્સમેન્ટ સિક્યુરીટી કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

બાદમાં 2003માં આ ક્ષેત્રના વિકાસને સક્ષમ બનાવવા આ કંપની સુગમ કામગીરીને સરળ બનાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. હવે બેડ લોનની સંખ્યા વધતી જાય છે અને બેંકોને આવી મિલકતોના નિવારણ માટે સમય અને શક્તિ વેડફવી પોસાય તેમ નથી માટે પ્રાયોગીક ધોરણે 500 કરોડથી મોટા નાદાર લોનના ખાતાઓ રાષ્ટ્રીય મિલકત પુન: સંકલીત કંપની નેશનલ એસેટ રિક્ધટ્રકશન કંપની લીમીટેડને સોંપી દેવામાં આવશે.

લોનમાં નાદાર થયેલી ડિફોલ્ટર કંપનીઓ પાસેથી લોનની વસુલાત માટે વ્યક્તિગત કોર્પોરેટર ગેરંટર સામે કાર્યવાહી કરવા બેંકો અને ફાયનાન્સીયલ સંસ્થાઓને પરવાનગી આપતા કેન્દ્ર સરકારના 15 નવેમ્બર 2019ના જાહેરનામાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એલ.નાગેશ્ર્વર રાવ અને એસ.રવિન્દ્ર ભટ્ટની બેંચે જણાવ્યું હતું કે, કંપની સામે નાદારીની કાર્યવાહી પોતાની કંપની માટે લોન મેળવવા વ્યક્તિગત રીતે કોર્પોરેટર જામીનગીરી જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.

Screenshot 3 20

સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાને કાયદેસર માન્ય ઠેરવ્યું હતું. આ ચુકાદાથી બેંકો અને ફાયનાન્સીયલ સંસ્થાઓ આઈબીસી કોડ અંતર્ગત અપાયેલી રીકવરી માટે જામીન આપનાર સામે પણ કાર્યવાહી કરી શકશે. આલ્યા, માલ્યા, જમાલ્યાઓ હવે લોનની નાદારીમાં છટકી નહીં શકે અને લોનની રકમની વસુલાત માટે સામસામા આવી શકશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કેન્દ્ર સરકારના જાહેરનામાને કંપનીઓને લોન માટે વ્યક્તિગત જામીન આપનારા 75 જેટલા ઉદ્યોગપતિઓએ પડકાર ફેંક્યો હતો. જેમાં રિલાયન્સ ઈન્ડ.ના અનિલ અંબાણી, દિવાન હાઉસીંગના કપીલ વાધવાન, વિડીયોકોનના વેણુગોપાલ ભુત, પુંજ લોઈડના અતુલ પુંજ, આઈવીઆરસીએલના સુધીર રેડ્ડી, સબીનેની સુરેન્દ્રનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કારણે દેશના ધનાઢ્યો પર્સનલ ગેરંટરો સામે હવે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી માટે બેંકોને મંજૂરી મળી ગઈ છે.

સરકારનું રિઝર્વ બેંકનું ‘વેક્સિનેશન’

ભારતીય અર્થતંત્રને તરલ અને આર્થિક રીતે સરકારના રસીકરણ જેવી આરબીઆઈએ 31 માર્ચ 2021ના રોજ પુરા થતાં હિસાબી વર્ષના 9 મહિનામાં કેન્દ્ર સરકારને સરપ્લસ સ્વરૂપમાં રૂા.99,122 કરોડ ટ્રાન્સફર કરવા મંજૂરી આપી દીધી છે. રિઝર્વ બેંકની શુક્રવારે મળેલી સેન્ટ્રલ બોર્ડની વિડીયો કોન્ફરન્સથી મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

બોર્ડે 31 માર્ચ 2011ના રોજ 9 મહિના જુલાઈ 2020 થી માર્ચ 2021ના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારને સરપ્લસના રૂપમાં 99,122 કરોડ ટ્રાન્સફર કરવાની મંજૂરીને પૂર્વ ગર્વનર બિમલ જલનની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આકસ્મિક જરૂરી બફર ભંડોળમાં પણ 5.5 થી 5.6 ટકાનું સંતુલન જાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

દેશ કોરોના સામે ઝઝુમી રહ્યો છે ત્યારે આર્થિક રીકવરી સામે ઉભા થયેલા સવાલો વચ્ચે રિઝર્વ બેંક તરફથી સરકારને આર્થિક સુરક્ષા માટે વેક્સિનેશનના રૂપમાં કેન્દ્ર સરકારને મોટી રાહત થશે. કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. કેન્દ્ર માટે રિઝર્વ બેંકે 53,511 કરોડનું ડિવીડન અને જાહેર ક્ષેત્રની બેંકો, આર્થિક સંસ્થાનો અને આરબીઆઈમાંથી મળીને સંભવત 45,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અત્યારે મહેસુલી આવકમાં સંભવિત ઓટ અને કોરોનાને લઈને વધેલા મહેસુલી ખર્ચ અને આર્થિક ભારણ વચ્ચે જાહેર કરાયેલા આ સરપ્લસ 99,122 કરોડ કેન્દ્ર સરકાર માટે વેક્સિનેશન જેટલું ફાયદારૂપ થશે. સરકારને કરની આવકમાં 17 ટકા જેટલા વધારાનો અંદાજ છે. બાર્કલેસના અર્થશાસ્ત્રી રાહુલ બજોરીયા અને શ્રેયા સોઢાણીએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકના આ ભંડોળથી સરકાર પરનો આર્થિક બોજ હળવો થશે અને વર્તમાન પરિસ્થિતિમાં ખર્ચમાં છુટ્ટો હાથ રહેશે. આવનારી કોરોનાની બીજી લહેરમાં સરકાર માટે રાહતરૂપ વાતાવરણ ઉભુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.