Abtak Media Google News

સૌરાષ્ટ્ર,ગુજરાતમાં જાહેર ગણપતિ ઉત્સવ ઉજવવાની પ્રેરણા આપનાર ગુજરાતનો વિશાળ અને જાજરમાન ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો ગઈકાલે રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે ૧૯મા વર્ષે નવા ‚પરંગ અને અભિનવ કાર્યક્રમો સાથે ભાવિક નગરજનોની વિશાળ નિશ્રામાં દબદબાભેર મંગલ પ્રારંભ થયો.તિ‚પતિ બાલાજી સ્વ‚પ ગણપતિજીની દિવ્ય અને દેદિપ્યમાન મૂર્તિની વંદનાર્થે દર્શનાર્થીઓની અવિરત કતારો લાગી હતી. પ્રથમ દિવસની મંગલાચરણ મહાઆરતીમાં દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ, રાજનભાઈ બારડ, દીમુદીદી, સેન્ટ ગાર્ગી સ્કૂલના રમાબેન હેરભા, ડો.પ્રફુલભાઈ કામાણી, અદનાન ગાંધી, શૈલેષભાઈ માવદીયા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જાણીતા કથાકારો જનકભાઈ શાસ્ત્રી મહારાજ, શંકર મહારાજ, વિજયભાઈ ભટ્ટ, પ્રફુલભાઈ ત્રિવેદી વગેરેએ ભાગ લઈને ગણપતિ દેવની વંદના કરી હતી.આજે ગણપતિ મહોત્સવના દ્વિતિય દિને રાત્રે ૮.૩૦ વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેના હાસ્ય દરબારમાં સંજય સાગઠીયા, હિરેન ત્રિવેદી, રમેશ વ્યાસ, શૈલેષ જડીયા, નિકુંજ પડીયા, રાજુ વૈષ્ણવ, મહેશ ગઢવી સહિતના સુપ્રસિધ્ધ કલાકારો હાસ્યની હેલી સર્જશે આ કાર્યક્રમનો લાભ લેવા રસીક નગરજનોને સાર્વજનીક ગણેશ મહોત્સવ સમિતિની યાદીમાં ખાસ આમંત્રણ અપાયું છે.આવતીકાલે નાના બાળકો બેન્ડ શો તેમજ જયંત ગજજર ગ્રુપ દ્વારા શ્રીનાથજીની ઝાંખી ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાશે ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવની મહાઆરતી સહિતના તમામ કાર્યક્રમો વેબસાઈટ ઉપરથી લાઈવ ટેલીકાસ્ટ થાય છે.આ ભગીરથ આયોજનમાં જીમ્મી અડવાણી તેમના સાથી મિત્રો જેસલ ઝાલા, વનરાજસિંહ ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.