Abtak Media Google News

તા.૨૫ થી ૧૧ દિવસ સુધી સદભાવના માટે વિવિધ કાર્યક્રમોની વણઝાર: દિવ્ય દર્શન, મહાઆરતી, પ્રસાદ સહિત વિવિધ સાંસ્કૃતિક આયોજનો: શિવાજી સેવા સંઘના જીમ્મી અડવાણી આયોજકો સાથે ‘અબતક’ની મુલાકાતે

શહેરમાં ‘ત્રિકોણ બાગ કા રાજા’ ગણપતિ મહોત્સવ ૧૯માં વર્ષમાં પ્રવેશ કરશે તા.૨૫ને શુક્રવારેક ગણેશ ચતુર્થીનાં દિવસે ત્રિકોણબાગ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતી સાથે સવારે ૧૦ કલાકે મંગલ પ્રારંભ થશે. તેમજ ૧૧ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાવવાના છે. જે અંગે આ ગણેશ ઉપાસનાના સ્થાપક જીમ્મી અડવાણીએ ‘અબતક’ને આંગણ આવી માહિતી આપી હતી.ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવમાં પ્રથમ દિને ત્રિકોણબાગ કા રાજાની હીરા માણેક અને સુંદર વસ્ત્રોથી સુશોભિત મૂર્તિની પંડિતો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચારો દ્વારા મહોત્સવ પરિસરનાં ખાસ પંડાલમાં પ્રતિષ્ઠા કરવામાં આવશ. પ્રસ્થાપિત થનાર ગણપતિજીની મૂર્તિ જગપ્રસિધ્ધ તિ‚પતિ બાલાજીની પ્રતિકૃતિ સમાન હશે, રાજાની મુદ્રામાં તૈયાર થયેલ આ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ દર્શનાર્થીઓ માટે આકર્ષણ ‚પ બની રહેશે.શ્રધ્ધા ધરાવતા ભકતો અને હરકોઈ પરિવારને પંડાલમાં ગણપતિજી સન્મુખ સેવા પૂજા કરવાની ખાસ સુવિધાઓ છે. દરરોજ સાંજે ૮.૧૫ ચોકકસ સમયે મહાઆરતી થશે, જેમાં કોઈ પણ ધર્મ સંપ્રદાયના સંતો, સમાજના વિવિધ ક્ષેત્રનાં ગણમાન્ય મહાનુભાવો અને આમ નગરજનો લાભ લઈ શકશે.વિશેષ વિગતો આપતા અડવાણી જણાવે છે કે, આ વર્ષે ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા શ્રીનાથજીની ઝાંખી, ધૂન નૃત્ય ભકિત સંગીત સત્સંગ, નૃત્ય નાટીકા દ્વારા ગણેશ વંદના, સામાજીક એકતા અને સદભાવનાને પ્રેરણા આપતો સંતવાણીનો લોક ડાયરો, રેડીયો જોકી દ્વારા લાફીંગ શો, કસુંબલ લોક ડાયરો હસાયરો, સ્વર સાધનાનો ખાસ વેરાયટી શો, સંગીત સંધ્યા, બાળકોની જોકસ સ્પર્ધા ડાન્સ ટેલેન્ટ શો, બહેનો માટે મહેંદી સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધાક સંગીતમય મહાઓમકાર આરતી તથા સેવાકીય પ્રવત્તિઓના ભાગ‚પે બ્લડ ડોનેશન કેમ્પ વ્યસન મૂકિત અભિયાન અંતર્ગત કાર્યક્રમો થેલેસેમીયા પરિક્ષણ કેમ્પ સહિતના કાર્યક્રમો રાજકોટ માટે પ્રેરક અને યાદગાર બની રહેશે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જીમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ સચિન કોટક, દેવાંગ ગજજર, દિવ્યેશ સુરાણી, ચંદુભાઈ પાટડીયા, જયપાલસિંહ જાડેજા, આનંદ પાલા, કુમાર ભટ્ટી, હરેશ બોરીચા, વિશાલ નૈનુજી, નિરજ ડેડકિયા, અભિષેક કણસાગરા, ભરત મકવાણા, રાજન દેસાણી, વિક્રમ બોરીચા, પ્રભાત બાલાસરા, અભય નાંઢા, ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, રાહુલ શાસ્ત્રી, નાગજી બાંભવા, દર્શન પાલા, કુમાર ભટ્ટી, હરેશ બોરીચા, વિશાલ નૈનુજી, નિરજ ડેડકીયા, અભિષેક કણસાગરા, ભરત મકવાણા, રાજન દેસાણી, વિક્રમ બોરીચા, પ્રભાત બાલાસરા, અભય નાંઢા, ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, રાહુલ શાસ્ત્રી, નાગજી બાંભવા, દર્શન પાલા, બીપીન મકવાણા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી ફોન નં ૨૨૩૩૫૫૯ અથવા મો.નં. ૯૪૨૬૨ ૦૧૧૨૦ના સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.