Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

રાજકોટમાં હરિ ઘવા મેઇન રોડ પર ન્યુ સુભાષ શેરી-6 માં રહેતા વૃઘ્ધ મહિલાને તેની જ પુત્રવધુએ રીક્ષા ચાલકને સોપારી આપી વૃઘ્ધ સાસુને માર ખવડાવતાં તેણી વિરુઘ્ધ ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.આ અંગે મળતી માહીતી મુજબ હરી ઘવા મેઇન રોડ પર ન્યુ સુભાષ શેરી -6માં રહેતા મંજુલાબેન રત્નાભાઇ ડોબરીયા (ઉ.વ.58) એ નોંધાવેલ ફરીયાદ મુજબ તેને તેની પુત્રવધુ શિલ્પા જીગ્નેશ ડોબરીયા સાથે બનતું ન હતું, જેને કારણે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા જેમાં પુત્રવધુ એ એક દિવસ કોઇ પાસે તને માર ખવડાવીશ તેવી ધમકી આપી હતી અને તે પાળી બતાવી છે. ગઇકાલ સાંજુ તે ઘરે હતા ત્યારે પુત્રવધુ શિલ્પાએ રીક્ષાચાલક સુનીલ ભકિતરામ સરપદડીયાને બોલાવી અને વૃઘ્ધ સાસુને ગાળો ફાંડી લમધારી હતી અને હવે તારી વહુને હેરાન ના કરતી નકર જાનથી મારી નાખીશ , તેવી ધમકી આપી ત્યાંથી નાશી ગયો હતો. પરંતુ મંજુલાબેનને પુત્રએ તેનો પીછો કરી તેને પકડી રીક્ષાચાલકને પોલીસ હવાલે કર્યો હતો. જેથી પોલીસે શિલ્પા અને સુની વિરુઘ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.