Abtak Media Google News

જમીન વાવવાના મુદ્દે જુનાગઢના રવનીગામના આધેડની હત્યામાં મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધાયો‘તો

રાજકોટ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર ધોરાજી તાલુકાના ભાડેર ગામે ખુનકા બદલા ખુનના ગુનામાં જેલહવાલે રહેલા ખેડુતને હાઈકોર્ટે જામીન પર છોડી મુકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ધોરાજી તાલુકાના ભાડેર ગામે રહેતા હ‚ભા જીતુભા વાઘેલાની જમીન જુનાગઢના રવની ગામના મુસાભાઈ સાંધજમીન વાવતા જે અંગે જયંતિ છગન સાંગાણી સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સોએ મુસાભાઈ સાંધને મારમારી મોતને ઘાટ ઉતાર્યાની ભાવસંગ વાઘેલાએ જયંતિ સાંગાણી, વલ્લભ સાંગાણી, ભાવિન સાંગાણી, શાંતાબેન સાંગાણી અને અલ્પેશ વીહીકીયા સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી જેન્તીભાઈ છગનભાઈ સાંગાણીએ રેગ્યુલર જામીન પર મુકત થવા સેશન્સ કોર્ટમાં કરેલ જામીન અરજી રદથતા તેની સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. રજુઆત કરેલ કે, આ ગુનાના કોઈ આરોપી દ્વારા ગુજરનારનું ખુન નિપજાવવામાં આવેલ નથી. ફરિયાદ પક્ષદ્વારા ગુજરનારનું ખુન કરવામાં આવેલ હોય અને ફરિયાદ પક્ષે એક સાથે બે કામ પાર પાડેલ હોય, જેમાં તકરાર કરનાર ગુજરનારનું ખુન કરી તેનો આરોપ જેની સાથે રસ્તાની તકરાર ચાલેછે જે સંબંધે પોલીસને આ મુદ્દે તપાસ કરવા લેખિત પણ રજુઆત કરેલ, તેમજ ગુજરનાર તથા ફરિયાદ પક્ષ એન સાહેદોનો પણ ગુનાહિત ભુતકાળ હોય વિગેરેરજુઆતો સાથે સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી લંબાણપૂર્વક દલીલો કરવામાં આવેલ.

બંને પક્ષોની રજુઆતો તેમજ પોલીસ પેપર્સની હકિકતો લક્ષે લઈ ચાર્જશીટ રજુ થઈ ગયેલ હોય તેમજ રેકર્ડ અને નજરે જોનારનાનિવેદનો લઈ જેન્તીભાઈને જામીન પર મુકત કરવા હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોકત કામમાં આરોપી જેન્તીભાઈ સાંગાણીવતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા તથા ધોરાજીના એડવોકેટ સી.એસ.પટેલ તથા હાઈકોર્ટના આશીષ ડગલા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.