Abtak Media Google News

વોર્ડ નં.૪ના નગરસેવક રઘુભા સરવૈયામાં ભારે રોષ

ઉપલેટા નગરપાલિકાના સદસ્ય રઘુવીરસિંહ સરવૈયાએ વોર્ડ નં.૩ અને ૪માં લોકોને અનેક દુવિધાઓનો સામનો કરી રહી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ અંગે વોર્ડ નં.૪ના નગરસેવક રઘુવીરસિંહ સરવૈયાએ જણાવેલ કે વોર્ડ નં.૩માં મારા રહેણાંક ડેલા પાસે છેલ્લા ચાર માસ થયા પાણીના ખાડા ભરાયા છે. પાણીની પાઈપ લાઈન લીકેજ છે આને કારણે મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે આને કારણે લોકોના જન આરોગ્ય સાથે ગંભીર અસરો થઈ રહી છે.

આ વોર્ડમાં એક સ્વાઈનફલુના કારણે મોત પણ થવા પામેલ છે. આ ઉપરાંત જડેશ્વરનગર અને નાગનાથ ચોક પાસે વોર્ડમાં ૪૦૦૦ની વસ્તી છે. આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શૌચાલય બનાવી આપેલ પણ તેમાં પુટી કરવા પોખરા નથી. ગંદા પાણીના નિકાસની કુંડી માત્ર એક ફુટ ઉંડી બનાવવામાં આવેલ છે તેને કારણે ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાથી ગંદકી અને દુર્ગંધ પ્રસરી ગયેલ છે. શૌચાલયમાં જવા માટે નથી પાણી કે નથી પાણીનો નિકાલ આના માટે નગરપાલિકાની શૌચાલયની યોજના શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે.

આ બાબતે રઘુવીરસિંહ સરવૈયાએ જણાવેલ કે, નગરપાલિકાના ચોપડે શૌચાલય બની ગયા છે પણ ખરેખર શૌચાલય બનાવેલા છે તેની તપાસ કરે તો કેટલું કામ થયું છે અને કેવું થયું છે તે તો તંત્રને ખ્યાલ આવે શૌચાલયની સુવિધા પુન: ન મળતા માણસોને જાહેરમાં રેલવેના પાટા પાસે શૌચાલય કરવા બેસી જાય છે. આને કારણે ત્યાંથી નિકળતા રાહદારીઓ પણ શરમથી ઝુકી જાય છે. જડેશ્વરનગર અને નાગનાથ ચોક વિસ્તારમાં ડિસેમ્બર માસથી સ્વચ્છતા અભિયાન ચાલે છે.તેમાં જડેશ્વરનગર કેમ દેખાતુ નથી. આ વિસ્તાર ગંદકીઓ માટે મોટો વિસ્તાર ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.