Abtak Media Google News

3.18 લાખ દિવ્યાંગ બસપાસ ધારકોને લાભ થશે: રૂ.2.5 કરોડનું ભારણ વધશે જીએસઆરટીસી દ્વારા રાજય બહાર 168 બસ રૂટ ઉપર એસટી બસ કાર્યરત

રાજ્યના દિવ્યાંગોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં ભરી રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે જીએસઆરટીસીની  તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરાયો છે.

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે અને અન્ય સામાજિક કારણસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીની બસોમાં પ્રવાસ કરવા માટે વિનામૂલ્યે મુસાફરી કરવાની યોજના અમલમાં છે. જે માટે કોઈ આવક મર્યાદા નથી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજ્યની અંદર આવેલા છેલ્લાં બસ સ્ટેશન સુધી રાજ્ય બહાર મુસાફરી કરવાના કિસ્સામાં લાભ આપવામાં આવતો હતો.

દિવ્યાંગોને જીએસઆરટીસીની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરીના કિસ્સામાં બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લાં સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાઓ લાભ આપવામાં આવશે. જીએસઆરટીસી દ્વારા રાજ્ય બહાર અંદાજિત 168 બસ રૂટ ઉપર એસટી બસો પરિવહન કરે છે. ગત કેલેન્ડર વર્ષમાં આ યોજના હેઠળ 60 લાખ દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટનો તથા 9 લાખ તેમના સહાયકોને ટિકિટનો લાભ આપી રૂ.28 કરોડથી વધુનો ખર્ચ રાજય સરકારે કર્યો હતો. આ નિર્ણયના પરિણામે 3.18 લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થશે. આ માટે અંદાજિત 2.5 કરોડનું ભારણ દિવ્યાંગો વતી રાજય સરકાર વહન કરશે.

નવી 151 નવી એસ.ટી.બસોનો ઉમેરો કરાશે

પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્યમંત્રી મંડળની બેઠકમાં 151 જેટલી નવી એસ.ટી.બસોનો ઉમેરો કરી નાગરિકોની સુવિધાઓમાં મુકવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22માં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી તથા 200 સ્લીપર કોચ એમ કુલ 1000 નવા વાહન ખરીદવા રૂ.310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ 151 નવી સુપર એક્સપ્રેસ બસમાં 52 મુસાફર માટે આરામદાયક સિવિધા માટે 3ડ્ઢ2 હાઈબેક શીટ, ઇન-સાઈડ આકર્ષક દેખાવ માટે એસીપી શીટ, ગ્રેબરેલ પાઇપ અને કંડકટર પાર્ટીશન,બાહ્ય આકર્ષક દેખાવ માટે ફ્રન્ટ અને રિયરમાં એફઆરપી શો, વીએલટી અને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, સિલિકોન બેઝ મેટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.