Abtak Media Google News

વિશ્ર્વભરમાં ખોરાક, અનાજ, શાકભાજી-ફળફળાદીની જરૂરીયાતો પૂરી કરવા માટે સતત સંશોધન અને પરિશ્રમ વચ્ચે પણ જાળવણી અને યોગ્ય પધ્ધતિના અભાવે કૃષિ પેદાશો, શાકભાજી અને ફળફળાદી ઉપયોગમાં આવ્યા વગર જ બગાડી જવાની સમસ્યા મોટો પડકાર બની રહી છે. આપણા કૃષિ પ્રધાન દેશની વાત કરીએ તો નાશવંત જણસની ટકાવારી 33% છે. બીજા શબ્દોમાં કહ્યે તો કૃષિનો માલ તૈયાર થયાં બાદ ઉ5યોગમાં આવે તે પહેલાં જ 33% નાશ પામે છે. વિકસિત દેશોમાં નાશવંત જણસની ટકાવારી માત્ર 1 થી 1.5% જ રહેલી છે.

આપણાં દેશમાં ખેડૂતોને પગભર કરવા માટે અગત્યના ધોરણે ખેત-પેદાશોને સારી રીતે જાળવી રાખવા માટે આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ કરવો અનિવાર્ય બન્યો છે ત્યારે સમગ્ર વિશ્ર્વ માટે ક્રાંતિકારી કહી શકાય તેવી ઉપલબ્ધિમાં ભારતના વૈજ્ઞાનિકોએ એન્ટીબેક્ટેરીયલ તત્વો ધરાવતાં ઓર્ગેનીક ધોરણે બનાવેલા એક કાગળમાં કોઇપણ ફળ કે શાકભાજીને વીંટીને રાખી દેવામાં આવે તો ફળ કે શાકભાજીની વાતાવરણ સાથે ઓક્સિડેસનની પ્રક્રિયા અટકી જાય છે. અને સડવાની પ્રક્રિયા શરૂ ન થવાથી જ્યાં સુધી ફળો કે શાકભાજી વેપર કમ્પોઝીટ જેવા કાગળમાં વીંટળાયેલા રાખવામાં આવે ત્યાં સુધી ફળો અને શાકભાજી ઝાડ ઉપરથી ઉતારેલાં હોય તેવા જ તાજા રહી શકશે.

ભારતીય વૈજ્ઞાનિકોની શોધના પરિપાકરૂપે બનાવાયેલા આ કાગળથી નાશવંત જણસની ટકાવારી શૂન્ય સુધી લઇ જઇ શકાશેે અને ખેડૂતથી લઇ વેપારી, વપરાશકારો સુધી તમામને ખૂબ જ આર્થિક લાભ આપનારું બની રહેશે. ફળ-ફળાદી અને શાકભાજી આયુષ્ય અલ્પજીવી હોવાથી લાંબા અંતર સુધી માંગ હોવા છતાં તેને મોકલી શકાતા નથી. અને સ્થાનિક ધોરણે ઉત્પાદન વધુ થઇ જાય અને માંગ ઘટી જાય તો ખેડૂતોને મફ્તના ભાવે કિંમતી ફળ-ફળાદી અને શાકભાજી વેંચી નાખવા મજબૂર થવું પડે છે.

ભારતીય વૈજ્ઞાનિકોની વેપર કમ્પોઝીટની આ શોધથી વર્ષે કરોડો ખરવો રૂપિયાનું નુકશાન અટકી જશે. અને જરૂરીયાત મુજબ ફળ અને શાકભાજીના વપરાશની સ્વયંભૂ વ્યવસ્થા ઉભી થશે. વિશ્ર્વમાં અનાજ, ખોરાક અને પોષક તત્વોની તીવ્ર માંગ અને પૂરવઠાની અછતની સમસ્યા અને ફળ અને શાકભાજીના અવેજ ઉપયોગનો એક નવો રસ્તો ઉભો થશે. ખોરાકની આ પૂરતી પોષણ આહાર અને અનાજના અવેજમાં ફળ અને શાકભાજીનું પોષણ આહારમાં ખૂબ જ મહત્વ છે. પોષક આહાર, ઔષધીય ઉપચાર અને પ્રોસેસીંગ ફૂડ, વિવિધ વાનગી આહાર અને વૈભવી જીવનશૈલી ખોરાકમાં ફળ ખૂબ જ મહત્વના આહાર તરીકે ઉપયોગ થાય છે.

પરંતુ ફળ જલ્દીથી બગડી જતાં હોવાથી તેનો સંપૂર્ણ સદ્ ઉપયોગ થઇ શકતો નથી. હવે વૈજ્ઞાનિકોની આ નવી વેપર કમ્પોઝીટની શોધ ફળ અને શાકભાજીને બગડતાં બચાવી લેશે. દેશના વૈજ્ઞાનિકોએ ગ્રેફાઇટ ઓક્સાઇટ જેવા તત્વો અને કેટલાંક એન્ટી બેક્ટેરીયલ તત્વોના ઉમેરણથી જે નવો આગળ બનાવ્યો છે. તે સમગ્ર વિશ્ર્વ માટે ઉપયોગી થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ આ કાગળ ફળોને લાંબા સમય સુધી સાચવી રાખશે. ભારતના વૈજ્ઞાનિકોની આ શોધ દેશ માટે તો આશિર્વાદરૂપ બની જ રહેશે. વિશ્ર્વને પણ લાભ અપાવનારી સાબિત થશે. માનવ સમાજ માટે ફળ અને શાકભાજી લાંબો સમય સુધી સાચવી રાખવાની સવલત્ત આશિર્વાદરૂપ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.