Abtak Media Google News

માળીયા તાલુકાના વેજલપર ગામ નજીક ટ્રેકટર ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને હડફેટે લઈ મોત નિપજાવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના વેજલપર ગામે આરોપી કાનજીભાઇ નાથાભાઇ સુરેલા રે વેજલપર વાળાએ પોતાના હવાલાવાળુ ટ્રેક્ટર નં GJ-13-9476 વાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પ્રકાશભાઇ દીલીપભાઇ જીંજુવાડીયા ઉ.વ ૧૯ વાળાના મોસા નં GJ 36 J 3480 સાથે ભટકાળીતેઓને ગંભીર ઈજા કરી મોત નીપજાવી પોતાને ઈજા કરી ગુન્હો કરતા આ મામલે દીલીપભાઇ પરસોતમભાઇ ઝીંજુવાડીયા જાતે કોળી ઉ.વ.૪૬ ધંધો મજુરી રહે વેજલપર તા માળીયા મી વાળાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે માળીયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.