Abtak Media Google News

પોલીસ દરિમ્યાનગીરીથી મામલો થાળે પડયો: ત્રણની ધરપકડ

અબતક, ઋષિ મહેતા, મોરબી

Advertisement

માળીયા(મી)નજીક આવેલ અણિયારી ટોલનાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ટ્રક ડ્રાઈવરને ટોલકર્મીઓએ માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો જેથી રોષે ભરાયેલા ટ્રક ડ્રાઈવરો એ 150 કરતા વધુ ટ્રક રોડ પર જ ઉભા રાખી હોબાળો મચાવ્યો હતો.જેને પગલે દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ બનાવની જાણ થતા જ માળીયા મી પોલીસ મથકના પીએસઆઈ વી.જે.જેઠવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ટ્રક ડ્રાઈવરો ટસ ના મસ થવા તૈયાર ન હતા અંતે કડક પગલા લેવા માટે માળીયા પોલીસની સમજાવટ અને મોરબીના ન્યૂઝ18 ગુજરાતીના પત્રકાર અતુલભાઈ જોશીએ ફરિયાદ નોંધાવવામાં સાથે આવવાની સહમતી દર્શાવતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તો ખુલ્લો કરવા સહમતી દર્શાવી હતી અને માળીયા પોલીસની ભારે જહેમત બાદ ત્રણથી ચાર કલાક બાદ વાહન વ્યવહાર પુર્વવત થયો હતો.

તેમજ ભોગ બનનાર ટ્રક ડ્રાઇવર ધનાભાઈ રબારી ને સાથે લઈ જઈ ને માર મારનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપી સીદીક હબીબભાઈ મોવર(ધંધો .સિક્યુરીટી ગાર્ડ,રહે.નવાગામ તાં.માળીયા), સીદીક કરીમભાઈ મોવર (ધંધો.સિક્યુરિટી ગાર્ડ,રહે.નવા અંજીયાસર તા.માળીયા) અને યારમામદ શેરાલિન મોવર (ધંધો.સિક્યુરિટી ગાર્ડ.રહે. વિરવિદરકા તા.માળીયા)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.