Abtak Media Google News

જામનગરના રમણ પાર્કમાં રહેતા એક યુવાનને નશો કરવાની આદત બાબતે ગઈકાલે તેના પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવવાથી આ યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી 

જામનગરના ગુલાબનગર વિસ્તાર પહેલા આવેલા રમણ પાર્કની શેરી નં.રમાં રહેતા જયેશભાઈ રાજેશભાઈ રાઠોડ નામના પચ્ચીસ વર્ષના ચમાર યુવાનને થોડા વખતથી નશો કરવાની આદત વળગી હતી. ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા આ યુવક પોતાના પગારની મોટાભાગની રકમ નશો કરવામાં વેડફી નાખી ઘરમાં કંઈ આપતો ન હતો.

આ બાબતે ગઈકાલે તેના પિતા રાજેશભાઈ નાથાભાઈ રાઠોડે ઠપકો આપી જયેશને સુધરી જવા માટે કહેતા આ યુવકને માઠું લાગી આવ્યું હતું. તેણે ગઈકાલે બપોરે પોતાના ઓરડામાં જઈ બારણું બંધ કર્યા પછી સાંજે પાંચેક વાગ્યે બારણું નહીં ખૂલતા માતા હંસાબેને બારણું ખખડાવ્યું હતું, પરંતુ જયેશભાઈએ બારણું ખોલ્યું ન હતું. આથી કંઈક અજુગતું બન્યાની આશંકાથી માતાએ બૂમો પાડતા તેઓનો પરિવાર દોડી આવ્યો હતો.

સ્થળ પર હાજર લોકોએ બારણું ખોલાવી અંદર જોતા જયેશભાઈ દુપટ્ટા વડે પંખામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આથી હંસાબેને પોલીસને જાણ કરી હતી. દોડી આવેલા એએસઆઈ રણમલભાઈ આહિરે મૃતદેહને પી.એમ. માટે ખસેડી માતા હંસાબેનનું નિવેદન નોંધ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.