આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી…

સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે . આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે આવે છે . જૈનોના પર્યુષણ શ્રાવણવદ તેરસથી શરૂ થાય છે અને ભાદરવા સુદ પાંચમે આઠમાં દિવસે એટલે કે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી આવે છે આમ આઠ દિવસ ચાલતું આ પર્યુષણ પર્વ છે . સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ . બીજાને ક્ષમા આપીને અને પોતાનાથી થયેલ ભૂલ બદલ ક્ષમા માગીને હદયમાંથી વેરઝેરના કચરાને કાઢી આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા – માટેનો આ દિવસ છે.

સરસ્વતી સ્કૂલના સંચાલકો  પ્રદીપભાઈ ખીમાણી,  જગદીશભાઈ ખીમાણી,  નરેશભાઈ ખીમાણી.  રવુભાઈ ખીમાણી તથા  ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવે છે કે પ્રેમ અને ક્ષમાનું અમોધ શસ્ત્ર રાખનાર વ્યક્તિ સમશેર વિના પણ સમરાંગણ જીતી શકે છે એવો આ પર્વ આપણને સંદેશ આપે છે . ક્રોધથી બળતો ચંડકૌશિક સાપ ક્રોધનું ઝેર ઓક્તો , ફૂંફાડા મારતો પ્રભુ મહાવીરને દંશ મારવા આવ્યો પણ ક્ષમાના અવતાર પ્રભુ મહાવીરને જોતાંજ તેનો ક્રોધ શમી ગયો . તેણે પ્રભુને દંશ દીધો ત્યારે પ્રભુના શરીરમાંથી રક્તને બદલે શ્વેત દૂધની શીતળ ધારા વહી . આ છે ક્ષમા . !

અર્જુનમાળી રોજરોજ છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત – સાત જીવહત્યા કરનાર દુષ્ટ આત્મા હતો , પરંતુ વીરપ્રભુના સત્સંગથી અને પ્રભુના ક્ષમાબળથી તેણે જીવહિંસા છોડી દીધી અને પ્રભુના સેવક બની મુનિ બની ગયા. આમ તેઓ સંસાર તરી ગયા.

વધુમાં  જણાવો છે કે જૈનબંધુઓ સંવત્સરીનું પર્વ ખૂબ આનંદથો ઉજવે છે . પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન ઉપાશ્રયમાં પૂજય સાધુ સાધ્વીજી વ્યાખ્યાન આપે છે . અને આખો દિવસ જૈનો સમૂહ પ્રાથના , જાપ જેવી ધાર્મિક ક્રિયાઓ કે છે . પર્યુષણ દરમ્યાન દેરાસરમાં મુખ્ય દ્વાર પર મંડપ બાંધવામાં આવે છે . ભગવાનની સુંદર મજાની ફૂલોની આંગી દેરાસરમાં થાય છે . (દરેક મનુષ્યો ) રોજ પૂજાપાઠ કરે છે . રાત્રે ભક્તિ સંધ્યા હોય છે જેમાં સુંદર પ્રભુભક્તિના સ્તવનોની રમઝટ ચાલે છે.સંવત્સરીનો દિવસ  શ્રમશ્રી  તરીકે પણ ઓળખાય છે . પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા ફરવું તે . પર્યુષણના અંતિમ દિવસે એટલે કે સંવત્સરીના દિવસે બે પ્રતિક્રમણ કરવાના હોય છે . બપોરના સમયે આખા વર્ષ દરમિયાન લાગેલા પાપોની આલોચના એટલે કે પ્રાયશ્ચિત કરવાનું હોય છે.  સાંજે પ્રતિક્રમણ કરી બધાંજ એક્બીજાને મળી પરસ્પર પ્રેમભાવથો  મિચ્છામિ દુક્કડમ ’ કરી ભૂલની ક્ષમા માગે છે . મિચ્છામિ દુક્કમ  એટલે  મારું પાપ મિથ્યા થાઓ ’ . વડીલો સહર્ષ બધાંને માફી આપે છે . ટપાલ , પત્ર વગેરે દ્વારા પણ લોકો એક્બીજાની ક્ષમાપના માગે છે .