Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી આપી માહિતી: એમ્ફોટેરેસીન-બી ઈંજેકશનનો પુરતો જથ્થોે ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણા આપી

85C1 1

એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતાં બીજી એક બીમારી ઘર કરી ગઈ છે. કોરોના સાથે હવે મ્યુકર માઈકોસીસે પણ કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાની હજુ બીજી લહેર સમી નથી ત્યાં આ ફૂગજન્ય રોગોે સ્થાનિક તંત્ર સહિત સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોના સામેની સારવારમાં વપરાતા રેમ્ડેસીવીર ઈંજેકશનની રામાયણ હજુ પૂરી નથી ત્યાં તો મ્યુમકર માઈકોસીસની સારવારમાં વપરાતા ઈંજેકશની હાડમારી શરૂ થઈ ગઈ છે. જો કે દેશમાં ઉભી થયેલી જરૂરીયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ મુંબઈ એરપોર્ટ ખાતે એમ્ફોટેરેસીન-બી ઈંજેકશનના ૫૦,૦૦૦ ડોઝ આવી પહોંચ્યા છે.

આ માહિતી કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ આપી હતી અને એમ્ફોટેરેસીન-બી ઈંજેકશનનો પુરતો જથ્થોે ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણા આપી છે. સાથો સાથ કોરોનામાં ગ્લાઈડ સાયન્સ અને માઈલેન્સ કંપનીનો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આભાર વ્યકત કર્યો હતો. થોડા દિવસ પૂર્વે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, મ્યુકરમાઈકોસીસની દવાની અછત ટૂંક સમયમાં જ દૂર કરવાનો દાવો કર્યો છે. અંદાજે ત્રણ દિવસની અંદર મ્યુકરમાઈકોસીસની દવાની અછત દૂર કરાશે.

તેઓએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, દવા બનાવતી પાંચ કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે. ભારતની કંપનીઓએ એમ્ફોટે રેસીન-બીના ૬ લાખ વાલને આયાત કરવાનો ઓર્ડર અપાયો છે. હવેથી દેશમાં કુલ ૧૧ કંપનીઓ એમ્ફોટે રેસીન-બીનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરેસીન-બી મ્યુકર માઈકોસીસની સારવાર માટે ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.