Abtak Media Google News

મુમૈત ખાન સહિત બે અભિનેત્રી મળી કુલ આઠ ફિલ્મી સીતારાઓ ડ્રગ્સ કેસમાં સળીયા પાછળ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખતરનાક ઝાકઝમાળનું વરવું રૂપ સામે આવ્યું છે! બે અભિનેત્રી સહિત ટોલીવૂડ (દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી)ના આઠ ફિલ્મી સીતારાઓ ડ્રગ્સ કેસમાં સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.આ બહુચર્ચિત અને હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં બોલીવૂડની ‘આઈટમ ગર્લ’ એકટ્રેસ મુમૈત ખાન પર પણ આરોપ છે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં મુમૈત ખાનનું આઈટમ નંબર હતુ.આ કેસની તપાસ એસઆઈટી (સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ના હાથમાં છે. મુમૈત ખાન ઉપરાંત અભિનેતા રવિ તેજા, ડાયરેકટર પૂજા જગન્નાથ, અભિનેત્રી ચાર્મી કૌર, અભિનેતા ત‚ણ કુમાર, નવદીપ વિગેરેની પણ પૂછતાછ કરવામાં આવી છે. પંજાબમાં ડ્રગના બંધાણ વિશે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ બની હતી. જેને એક થી વધુ એવોર્ડ મળ્યા છે. પરંતુ ઝાકઝમાળભી ફિલ્મી દુનિયામાં જ ડ્રગનું દૂષણ ‚પે ગ્લેમરનું વરવું ‚પ જોવા-જાણવા મળ્યું છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ટોલીવૂડ કહેવામાં આવે છે. અને બમ્બૈયા ફિલ્મનગરીને બોલીવૂડ તરીકે ઓળખવામાં આવે છે. અભિનેતાઓ સંજય દત, ફરદીન ખાન વિગેરે ડ્રગ્સના બંધાણી હતા. હવે તેમાંથી મૂકત થઈ ચૂકયા છે. ફરદીન ખાનની ૨૦૦૧માં ડ્રગ્સના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. ફરદીનની લકઝરી કારમાંથી ડ્રગ્સ મળી આવી હતી જો કે, આ જથ્થો ખૂબજ ઓછી માત્રામાં હતો તેના પિતા સ્વ. ફિરોઝ ખાનના અવસાન બાદ ફરદીન ખાનને અદાલતે નિદોર્ષ જાહેર કર્યો હતો.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.