Abtak Media Google News

રાજકોટ,મોરબી,ધ્રોલથી ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડાવવો પડ્યો

ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ શિવ જીનિંગ ફેક્ટરીમાં કાલે ૩.૪૫ કલાકે આકસ્મિક ઑચિંતી આગ લાગતા મોરબી,ધ્રોલ અને રાજકોટથી ફાયરબ્રિગેડ દોડી આવ્યા હતા.તેમછતા રાત્રીના દસ વાગ્યા સુધી સાડા પાંચ કલાક બાદ આગ કાબુમાં આવી આગમા ૨૩૫૦ ગાંસડી કપાસ અને આઠેક હજાર મણ કપાસીયા જેની અંદાજે કિંમત સાડા ત્રણ કરોડ આગની લપેટમા ભસ્મિભૂત થયાનુ પ઼ાથમિક તબકે જાણવા મળેલ છે.

બપોરના લગભગ ૩.૪૫ વાગ્યાના સુમારે  ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામે આવેલ શિવ કોટન જીનિંગ મિલમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી.જીનીંગ ફેકટરીના માલિક રમેશભાઈ અઘેરા ઉપરાંત ભાગીદારો,મજુરો પણ હાજર હતા.તેઑને આગની જાણ થતા તાબડતોબ સૌપ઼થમ મોરબી ફાયરબ્રિગેડને બનાવની જાણ કરી મદદ માંગી હતી.પરંતુ ત્યા સુધીમા આગ બેકાબુ બની હતી.મોરબી થી બે ફાયર ટેન્કર આવવા છતા આગ કાબુમા ન આવતા મામલો પામીને ધ઼ોલથી વધુ ૨ ફાયર ગાડીઓ તથા રાજકોટથી ઍક ટેન્કરની મદદ લેવાયી હતી.તેમ છતા આગ રીતસર સર્વે નાશ કરવા માટે આવી હોય તેમ ભભુકી ઉઠિ હતી કલાકોબાદ પણ આગ કાબુમા આવી નહોતી.જેથી આજુ બાજુ ના ગામના પાટીદાર સમાજ ના લોકો તથા મોટી સંખ્યામાં ગામજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા

જોકે,પ઼ાથમિક તબકે,મળેલી માહિતી મુજબ આગમા ૨૩૫૦ કપાસની ગાંસડી અને સ્ટોક કરેલ આઠેક હજાર મણ કપાસીયાનો જથ્થો આગમા ખાક થયાનુ જાણવા મળેલ છે.જેની અંદાજિત કિંમત સાડા ત્રણ કરોડ જેટલી આકી શકાય ટંકારા પોલીસ ને બનાવ ની જાણ કરી છે ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.