Abtak Media Google News

આવતીકાલે ભારતના પૂર્વીય વિસ્તારોમાં ખંડગ્રાસ અને પૂર્વ એશિયા, પેસિફિક, ઓસ્ટ્રેલિયા અને અમેિરકામાં વર્ષ ર0રનો પ્રથમ ખગ્રાસ ચંગ્રહણનો અભૂત અવકાશી નજારો જોવા માટે ખગોળપ્રેમીઓમાં જબરી ઉત્કંઠા જોવા મળે છે. આશરે 3 કલાક 8 મિનિટનો અભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આંશિક ગ્રસ્તોદિત નજારો આસામ તરફના લોકો જોઈ શકવાના છે. રાજ્યમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુક્યા છે.

Advertisement

જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આવતીકાલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ બપોરના સવા ત્રણે અને ગ્રહણ મોક્ષ્ા સાડા છ કલાકે થવાના છે. ભારતના પૂર્વ વિસ્તારના લોકોને આંશિક ગ્રહણ જોવાનો મોકો મળશે. જયારે વિદેશમાં અમુક દેશ-પ્રદેશોમાં ખગ્રાસ ચંગ્રહણનો અલૌકિક, અભૂત નજારો વિવિક કલા, મુદ્રાઓ જોવામાં જબરી ઉત્કંઠા છે.

વધુમાં પંડયા જણાવે છે કે રાજ્યમાં ગ્રહણ સમયે લોકોને સૂર્ય-ચંદ્રગ્રહણ થવાના કારણોની વિસ્તૃત સમજ આપશે. ભવિષ્યના વર્ષો પછી ગ્રહણ અમાસ-પૂનમનો સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનવાની છે. લેભાગુઓની ગ્રહણ સંબંધી વાહિયાત અસરો વિગેરેનો છેદ ઉડી જશે. સમુદ્રમાં ભરતી-ઓટની સાચી પધ્ધતિથી-થીયરીથી લોકો માહિતગાર થવાના છે. લાખો-કરોડો માઈલ અવકાશમાં બનતી ઘટના જોવા-માણવા માટે હોય છે. આવતીકાલે ચંદ્રગ્રહણનો નજારો ટી.વી. ઉપર આબેહુબ જોઇ શકાશે તેનો લાભ લેવા જાથાએ લોકોને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.