Abtak Media Google News

ગત વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા પછી મોદી સરકારનું આ પહેલું સામાન્ય બજેટ સવારે 11 વાગે રજૂ કરવામાં આવશે. 25મા નાણા પ્રધાન અરુણ જેટલી આજે સંસદમાં તેને રજૂ કરશે. આ 2019ની લોકસભાની ચૂંટણી પહેલાનું મોદી સરકારનું ચોથુ પૂર્ણ બજેટ હશે. કારણકે 2019માં પહેલાં છ મહિનામાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાથી ત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટમાં ઘણાં મુદ્દાઓ પર દેશને આશા છે. જેવા કે શું સરકાર ઈન્કમ ટેક્સમાં મળતી છૂટની સીમા વધારશે, શું પેટ્રોલ-ડીઝલના ભાવ સસ્તા કરવા માટે કોઈ પગલાં લેવામાં આવશે. જોકે નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ કહ્યું છે કે, આ બજેટ સામાન્યથી સામાન્ય માનવીની આશા પુરી કરશે તેવુ હશે.

Advertisement

– માનવામાં આવે છે કે ઈન્કમ ટેક્સમાં મળતી છૂટની સીમા હાલ જે રૂ. 2.5 લાખ છે તે વધારીને 3 લાખ કરવામાં આવી શકે છે. તે માટે ઈન્કમ ટેક્સના હાલના સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

– હાલ 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 0 ટકા, 2.5 લાખથી 5 લાખની આવક પર 5 ટકા, 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 20 ટકા અને 10 લાખ રૂપિયાથી વધુ આવક પર 30 ટકા ટેક્સ છે.

– ગયા વર્ષે સરકારે ઈન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત ડિડક્શન લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ કરી દીધી હતી. આશા છે કે આ બજેટમાં આ લિમિટ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી શકે છે. તેના અંતર્ગત પીપીએફ, એલઆઈસી પોલિસી અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓમાં રોકાણ કર છૂટ મળી શકે છે.

– આશા છે કે, આ બજેટમાં જેટલી પેટ્રોલિયમ પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી શકે ચે. તેમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની શક્યતા છે. પેટ્રોલ પર રૂ. 19 અને ડીઝલ પર રૂ. 15 એક્સાઈઝ ડ્યૂટી છે.
– નોંધનીય છે કે, પેટ્રોલ છેલ્લા 4 વર્ષમાં સૌથી મોંઘુ થયું છે. ડીઝલની કિંમત અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.