Abtak Media Google News

ડો.ટી.કે. એમ. ઈશ્વર અને ડો.સુભાષીની ઇશ્ર્વર દ્વારા સંક્રમણના 14 દિવસ પછી પણ દર્દીને તકલીફ હોય તેવા લોકો માટે છે

 

કોરોનાની બીમારી બાદ અલગ-અલગ પ્રકારની તકલીફો દર્દીમાં જોવા મળે છે. કોવિડમાંથી રિક્વર થયા પછી પણ અમુક જાતની તકલીફ ચાલુ રહે. આ તકલીફ  2 થી 6 મહિના સુધી રહે. જેમ કે ડાયાબીટીસ, ફેફ્સાને લગતી તકલીફ શ્ર્વાસ ચડી જવો, થાક લાગવો, છાતીમાં દુ:ખવું, ઉધરસ, લીવરની તકલીફ, લીવરના રીપોર્ટ બગડવા, પાચનની તકલીફ, જાળા, ઉલ્ટી, કીડની ઓછી કામ કરતી થાય, કીડનીના રિપોર્ટ બગડવા, પેરાલીસીસ, એક અંગમાં નબળાઇ, ચક્કર સતત વિચાર આવવા, કામ કરવામાં તકલીફ, હ્રદય રોગનો હુમલા, હ્રદયનું પંપીગ ઘટી જવું, માથાનો દુ:ખાવો, ગળુ દુ:ખવું, વારે ઘડીએ તાવ, અત્યંત થાકી જવું, ચામડીના પ્રોબ્લેમ હાથ પગમાં કળતર, મોઢામાં ચાંદા, શરીર-સાંધાનો દુ:ખાવો વગેરે. આજે કોવિડ બીમારીની શરૂઆતના એક વર્ષ પછી અને કોવિડ મટી ગયા પછી પણ 30%-40% લોકોને લોંગ કોવિડની અસર દેખાય છે.

બ્રિટન (યુ.કે), યુરોપ, યુ.એસ.એમાં લોંગ કોવિડ/ પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. ચાલુ થઇ ગઇ છે. જે ભારત અને રાજકોટમાં હજી કાર્યરત નથી. હજી બીજા ઘણા નવા અસર પણ આગળના દિવસોમાં દેખાઇ શકે છે. આ હેતુથી રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ડો.ટી.કે.એમ. ઇશ્ર્વર અને ડો.સુભાષીની ઇશ્ર્વર દ્વારા લોંગ કોવિડ/પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. ચાલુ કરેલ છે. આ ફક્ત કોવિડ મટી ગયેલ દર્દી (14 દિવસ પછી) હોસ્પિટલમાં દાખલ અથવા ઘરમાં સારવાર લીધેલ હોય એવા કોઇપણ દર્દીને જેને તકલીફ હોય એવા લોકો માટે છે.  આ અંગેની વધુ વિગત માટે 0281-2468766 અથવા 2465073 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.