Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં તોઉતે વાવાઝોડા બાદ હવે ડેમની દેખરેખ રાખવા માટે બહુમાળી ભવન ખાતે ફરી એકવાર ફ્લડ કંટ્રોલરૂમ ધમધમતો થયો છે. જિલ્લાભરના ડેમમાં થતી પાણી આવક સહિતની માહિતી મેળવી દેખરેખ રાખવા માટે ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર બે કલાકે ડેમ પરથી માહિતી મેળવી તેમની જરૂરી સૂચનો પણ કરવામાં આવશે.

Advertisement

બહુમાળી ભવન ખાતેથી ફ્લડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 251 ડેમની દેખરેખ રાખવામાં આવશે. તોઉતે વાવાઝોડા બાદ હક્વે ચોમાસાની તૈયારીઓ માટે ફ્લડ કંટ્રોલરૂમ ધમધમતું કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હર એક ડેમ પરથી દર બે કલાકે માહિતી મેળવી તેમની સપાટી વિશેની માહિતી મેળવવામાં આવશે.

1622712990223 તાઉતે વાવાઝોડાના કારણે ગયા સપ્તાહે કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને તે લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો. હવે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાયુ છે તેની અસર ગુજરાતમાં આવે તેવી કોઈ શક્યતા નથી આમ છતાં ચોમાસાની સિઝનને આડે હવે લાંબો સમય બાકી નથી ત્યારે જૂન માસના પ્રથમ સપ્તાહ ને બદલે મે માસના અંતિમ સપ્તાહમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે.

વષર્ઋતિુ-2021માં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા સર્ંદભે રાજકોટ જિલ્લાકક્ષાનું ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, જિલ્લા સેવા સદન ખાતે રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ કાર્યરત છે. આ જિલ્લા કંટ્રોલ રૂમનો ફોન નં. 0281-2471573 તેમજ ટોલ ફ્રી નં. 1077 છે. તેમ કલેકટરે જણાવાયુ છે.

Screenshot 1 4

બહુમાળી ખાતેથી શરૂ કરવામાં આવેલા ફ્લડ કંટ્રોલરૂમમાં આવતા તમામ ડેમો અંગે વરસાદ બાદ સપાટી તથા પાણીની આવક, ઓવરફ્લો, ગેઇટ ખોલવા અંગેની માહિતી સહિત એલર્ટ સુધીની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે. અત્રે બહુમાળી ભવનથી  અઘિક્ષક ઈજનેર અને ફોકલ અઘિકારી રાજકોટ સિંચાઈ વર્તુળ રાજકોટના અધિકારી એન.એચ.કાપડી તથા નાયબ કાર્યપાલક ઈજનેર પુરનિયંત્રણ અધિકારી ઉમેશભાઈ કેવડિયા સહિતના સ્ટાફ દ્વારા કંટ્રોલરૂમ ધમધમતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.