Abtak Media Google News

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ફેલાયેલી અરાજકતામાં મહિલા અને બાળકોને નિશાન બનાવ્યાના પગલે રાજકોટ સહિત દેશભરની 2730 મહિલા વકીલઓએ સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરતા જે અન્વયે સુપ્રિમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને તોફાનમાં ભોગ બનેલા લોકોની ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો વિજય થયા બાદ રાજયમાં અરાજકતા ફેલાયેલી જેમાં મહિલા, બાળકો અને ગરીબ પરિવારના બાળકો ભોગ બન્યા બાદ લોકો હિજરત કરી હતી.

Advertisement

રાજયમાં કાયદો અને વ્યવસ્થા અને નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન થતું હોવાની મહિલા એડવોકેટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં ડિઝટલ સિગ્નેચર કરી રીટ પીટીશન દાખલ કરી હતી. જેમાં એસઆઈટીની રચના, ભોગ બનનારના પરિવારને વળતર, નિરાશ્રીત થયા તેઓને વતન પાછા ફરવા માંગતાને રક્ષણની જવાબદારી વિવિધ ઓફીસરોની નિયુંકત કરવાની પીટીશનમાં માંગ કરી હતી.ઉપરોકત રીટ પીટીશનમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સરકારને નોટીસ ઈસ્યુ કરી અરાજતામાં ભોગ બનનારની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા આદેશ કરી છે.રીટ પીટીશનમાં રાજકોટના એડવોકેટ જાગૃતીબેન દવે, સ્મીતાબેન અત્રી, મહેશ્ર્વરીબેન ચૌહાણ, જયોતિબેન શુકલા, સરોજબેન રૂપાપરા અને ભાર્ગવીબેન ઉપાધ્યાય સહિત રાજકોટના 80 થી વધુ મહિલા અને દેશભરની મળી કુલ 2730 મહિલા વકીલો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.