Abtak Media Google News

સોમનાથ મંદિરના સ્થાપના દિનની તિથી પ્રમાણે ઉજવણી કરવામાં આવી હતી 70 વર્ષ પહેલા વૈશાખ સુદ પાંચમના દિવસ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસનો સુવર્ણદિન બની ગયો. સવારે 9 કલાકે 46 મીનીટે શુભ મૂહર્તમાં ભારતનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ બાબુ દેવ પ્રતિષ્ઠા મંત્રોના ગાન અને વેદમંત્રોના ઉચ્ચારણના પવિત્ર અને ઉલ્લાસમય વાતાવરણમાં લિંગોપરી સુવર્ણ શલાકા ખેંચી ત્યારે ભગવાનની મૂર્તિમાં દેવતત્વ પ્રતિષ્ઠિત થયું તેવી ભાવના વ્યકત કરતા ઋષિગણગણના સુસ્થિરોભવના ઉચ્ચારોથી મોટી સંખ્યામાં હાજર રહેલી જનમેદનીએ ધન્યતા અનુભવી અને જય સોમનાથ જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.

સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. અને સરદારનીવંદના અને પુષ્પાંજલી કરવામાં આવી હતી સાંજે સોમનાથ મહાદેવને દિપમાલા અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.