Abtak Media Google News

મેષ : અ,લ,ઈ

001

મેષ રાશિના જાતકો માટે વિક્રમ સંવંત ૨૦૭૬નું આ પ્રથમ સપ્તાહ અનેક પ્રકારે લાભ આપનારુ તથા બરકત વાળુ સાબીત થશે. ઉચ્ચસ્થ મંગળ વાળા જાતકોએ તેના ઈમોશંસ પર કાબુ રાખવો, અન્યથા, દુષિત પરિણામ ભોગવવાની સંભાવના. ગત વર્ષ પેચીદા કામકાજ આ સપ્તાહે ઉકેલવાનો સારો સમય. તેમજ સરકારી ક્ષેત્ર ના કામકાજ માટે સારા સંયોગો બની રહ્યા છે. અવૈધ વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ કપરું રહેશે. પરિવાર જનો સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે. ઔધોગિક ક્ષેત્રે  વ્યાપાર નાના વ્યાપાર. ૪/૫

વૃષભ : બ,વ,ઉ

002

ચંદ્ર શુક્ર તથા રાહુ શુક્રની યુતિ વાળા આ રાશિ ના તમામ જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે સારુ તથા લાભદાયી નીવડશે, પરંતુ  શુક્ર સંબંધિત નીચરાજભંગ યોગ માટે આ સપ્તાહ ભારે રહેશે. સાથે  તમામ પ્રકારના અવૈધ કાર્યો તેમજ  બાબતોથી  શકય હોય એટલું દુર રહેવું, ગૃહસ્થજીવન જીવતાં લોકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. સંવેદનશીલ લોકો કે આર્ટીસન માટે ચડાવ ઉતાર રહેશે. શેરબજાર કોમોડોટી કે અન્ય પ્રકાર સટ્ટા કે જુગારી કાર્ય માટે સરેરાશ રહેશે. આ સિવાયના વ્યાપાર વણિજ ઉદ્યોગ માટે સામાન્ય રહેશે. પારિવારીક સુમેળ,  સુખ-શાંતિ યથાવત રહેશે.

મિથુન : ક,છ,ઘ

003

આ સપ્તાહ દરમ્યાન મિથુન રાશિના જાતકોને મનમાં ઉચાટ કે ઉદેગ  રહેવા પામે.  આ સપ્તાહ દરમ્યાન મન ઉપર બહુ ભાર ન આપવો. બુદ્ધિશાળી લોકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહે, અમુક કાર્ય કે પૂર્વ યોજિત યોજના અધુરી રહેવા પામે.  દેશ કે વિદેશમાં  યાત્રા પ્રવાસ થવાની સંભાવના  સાસરા પક્ષે હળવા ઉતાર ચડાવ સાથે સુમેળતાના સંજોગો, મોસાળ પક્ષેથી હળવો કહી શકાય તેવો સહકાર મળવાની શકયતાઓ. પ્રકૃતિ પ્રેમી તથા ગૃહિણીઓ, નિવૃતો છાત્રો સમેત પારિવારીક લોકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. દિનાંક ૩ , ૪ ૫ નવેંબર ના દિવસો સાધારણ રહેવાની સંભાવના.

કર્ક : ડ,હ

004

આ સપ્તાહે પણ સુતરાઉ કાપડ કે સુતરના ઉત્પાદ્ક- વ્યાપારી તથા કપાસના વ્યાપારી તેમજ તેને સંબંધિત ધંધા વ્યવસાય કે સેવા વાળા માટે ઉતમ રહેશે. ડેરી-ફાર્મ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ માઈલ સ્ટોન જેવુ સાબીત થશે. આ સિવાય ના ધંધા ઓદ્યોગિક એકમ માટે સરેરાશ તથા મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે. ગૃહસ્થજીવન તથા ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુમધુર રહેશે.  દિનાંક ૩ , ૪  નવેંબર ના દિવસો સાધારણ રહેવાની સંભાવના. બાકીના દિવસો લાભદાયી રહેશે.

સિંહ : મ,ટ

005

પિતની તાસીર વાળા જાતકો તથા આગ્નેય કોણના વાસ્તુદોષ વાળા મકાનમાં રહેતા જાતકો માટે આ સપ્તાહ માટે આરોગ્યમાં ચડાવઉતાર આવવા સંભવ. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે, લેબર પ્રોબ્લેમ થવાંના સંયોગો. વ્યાપાર વણિજ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે મધ્યમ રહેશે. સરકારી કાયો પૂર્ણ થવાની સંભાવના.  સરકારી કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સારુ રહેશે. ગૃહસ્થ જીવન માટે સારુ સપ્તાહ, કૌટુંબિક જાતકો માટે ઉતમ સપ્તાહ. આ સિવાયના તમામ જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે, તથા કામકાજ અને આર્થિક લાભ વાળુ રહેશે. ૬ તથા ૭ નવેંબર ના દિવસો સાધારણ રહેશે. બાકી દિવસો સારા રહેશે.

કન્યા : પ,ઠ,ણ

006

નાના ઔધોગિક એકમ તથા વ્યાપારી પેઢી તથા શૈક્ષણિક એકમ વાળા   ક્ન્યા  રાશિના જાતકો માટે  સપ્તાહ ચડાવ ઉતાર વાળું નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન વ્યવસાયિક કામ અધુરુ ન રાખવું. પરિવાર દ્વારા તથા અન્ય સગાં સ્નેહી  દ્વારા સાથ સહકારના સંયોગો બને છે.  આ રાશિના જાતકોની કુંડલીમાં નીચસ્થ શુક્ર થતો હોય તેવા જાતકોને વિશેષ કાળજી રાખવી.  અવૈધ કામકાજ તથા તેવાં વહીવટથી સંભાળવું અથવા દુર રહેવું.  પરિવાર કેંદ્રી જાતકો માટે આ સપ્તાહ સુખરૂપ તથા આનંદપૂર્ણ પસાર થશે. આ સિવાય તમામ જાતકો માટે આ સપ્તાહ આનદીત નીવડશે. સપ્તાહ પ્રથમ ત્રણ દિવસો સરેરાશ રહેશે, બાકીના દિવસો સારી રીતે પસાર થશે.

તુલા : ર,ત

007

તહેવાર પછીના દિવસોમાં પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો.  મોટા વ્યાપાર વણિજના એકમના જાતક માટે  આ સપ્તાહ સરેરાશ રહેશે. ફેશન ઈંડ્સ્ટ્રીઝ ના જાતકો માટે આ સપ્તાહ કપરું રહેશે. હોટેલ રેસ્તોરાં વગેરે એકમના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. તદુપરાંત ધધા વ્યવસાયમાં અણધાર્યા લાભના અવસરો પ્રાપ્ત થશે. અધુરા કાર્યો  તથા સરકારી કાર્યો પુરા થવાનાં સંયોગો.  ૩ તથા ૫ નવેંબર ના દિવસો સાધારણ રહેશે.

વૃશ્ચિક  : ન,ય

008

ઉતરતી પન્નોતિનો તબક્કો સાથે નવ વર્ષની શરુઆત ખુબજ સારી રીતે રહેશે. આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભ તથા અવસરો મળવાની શક્યતાઓ. તેમજ નાના વ્યાપાર વણિજ ના જાતકો માટે અનેક તકો તેમજ લાભ મળવીની સંભાવના. મોટા વ્યવસાયિક એકમ માટે બમ્પર કે બોનાંઝા લાભ મળવાની સંભાવના છે, પરિવાર સાથે સુખદ અનુભવ, બગડેલા સંબધોમાં મધુરતા. મિત્રો તથા આપ્તજનો દ્વારા સાથ સહકાર મળવાની સંભાવના.  ૬  તથા  ૭ નવેંબર ના દિવસો સાધારણ રહેશે

ધન : ભ,ફ,ધ,ઢ

009

આ સપ્તાહ પણ  ઈલેક્ટોનિક્સ તથા કોમ્યુટર્સ, તેની એસેસરીઝ, સોફટવેર, હાર્ડવેર તથા મોબાઈલ અને તેની એસેસરીઝ સંબંધિત ઉદ્યોગ તથા ધંધા વ્યવસાય ના જાતક વર્ગ માટે વિશેષ  સાનુકુળ તથા પરિણામવાળું નીવડવાની શકયતાઓ.  ધંધા વ્યવસાયમાં અનેક પ્રકારની તકો તથા  નવા નવા અવસરો પ્રાપ્ત થવાના સંયોગો દર્શાય છે.  ગત વર્ષના અધુરા કાર્ય પૂરા થવાની થવાની સંભાવના. આરોગ્ય સારુ નીવડશે, નજીક પરિજનો વચ્ચે બોલચાલ દ્રારા હળવા મનદુ:ખ થવાની સંભાવના. પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જાય તેની ખાસ તકેદારી લેવી. ૬ તથા ૮ નવેંબરના દિવસો  સાધારણ રહેશે.

મકર : ખ,જ

010

ભાગદોડ તથા દોડધામ રહેશે,  ધંધાદારી કે સરકારી કાર્યો અધુરા રહેવા પામે. જાહેર ક્ષેત્ર કે રાજકીય ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ કઠીન રહેશે. સખત પરિશ્રમ કે દોડધામ વાળા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  ખાનગી તથા અર્ધ સરકારી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ ઉતમ રહેશે.  ખાનગી ટ્રાવેલ્સ ટ્રાંસપોર્ટ સાથે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે.  આ સિવાયના તમામ જાતકો માટે સપ્તાહ સારુ નીવડશે. ૩, ૬ તથા ૮ નવેંબરના દિવસો  સાધારણ રહેશે. પનોતિના  દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  પરિશ્રમિકોને પુરતું અને યોગ્ય વળતર આપવું,

કુંભ : ગ,શ,ષ

011

નાના તથા મોટા ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી નીવડશે.  ડ્રગીસ્ટ તથા કેમીસ્ટ, ફાર્મસી કે ફાર્માસ્યુટીક્લ્સ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવા ઉતાર સાથે ચડાવ વાળુ સાબીત થશે. તબીબી તથા ચિકિત્સા, નર્સીંગ ક્ષેત્ર ના તમામ છાત્રો માટે આ સપ્તાહ ખુબ જ સારુ જશે. અણધાર્યા લાભ તેમજ સગાં સ્નેહીઓ દ્વારા સાથ સહકાર મળવાના સંયોગો. નોકરીયાત વર્ગ તથા વ્યાપાર વણિજ ના નાના એકમના જાતકો માટે આ સપ્તાહ સુખરૂપ તથા લાભદેય નીવડવાંનાં સંયોગો.  મહિલા વર્ગ માટે સારુ સપ્તાહ. ફકત  ૬ નવેંબરનો  દિવસ  સાધારણ રહેશે.

મીન : દ,ચ,ઝ,થ

012

હોલસેલના વ્યાપારી તથા વણિજના મોટા એકમ ક્ષેત્રે, એક્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલ  જાતકો માટે  આ સપ્તાહ બૂમ સાબીત થશે.  કલાકાર તથા શિલ્પીઓ માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. નાના નાના ઉદ્યોગપતિ, નાના નાન વ્યાપારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. પારીવારીક લાભ તેમજ હાની તેમ બન્ને પ્રકારના સંયોગો બને છે, આપ્તજનો તથા પરિજનોથી હળવા લાભની શકયતાઓ, મોસાળ પક્ષેથી લાભ. સાસરા પક્ષે પૈસાની હાનિ. વિદ્યાર્થીઓ તથા ગૃહિણી માટે સુંદર સપ્તાહ.  ફકત ૭ નવેંબરનો  દિવસ  સાધારણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.