Abtak Media Google News

સંતોએ ગૌ આધારીત કૃષિ, આરોગ્ય અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું

ભારતએ ઋષિ કુષિ અને ગૌ સંસ્કૃતિનો દેશ છે. આ દેશમાં ગૌ સંસ્કૃતિનું વિશેષ મહત્વ છે. ગૌ સેવાને લઇ ધાર્મિક આઘ્યાત્મિક ભૂમિકા બધા જાણે છે. સંતો-મહંતો ધર્મગુ‚ઓ તેમજ વિવિધ સંપ્રદાયના વડાએ બધા જ ગૌ સેવા સાથે જોડાયેલા છે આ બધા સંપ્રદાયો ગાયના માહત્મ્યને સમાજ સુધી પહોંચાડે છે. આજ હેતુથી શ્રીજી ગૌશાળા આતે ગૌસેવા અને સંતસગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંગાષ્ઠીમાં સંતોએ ગાય શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન માટે ઉપયોગી છે. ગાયનું જે ગૌ વિજ્ઞાન છે એને જાણીને લોકો સુધી પ્રસરે એ માટે ગાયના આદ્યાત્મિક ઉપરાંત સૌને માહિતગાર કર્યા હતા. ઉપરાંત આર્થિક મહત્વ પણ સમજાવ્યું હતું.શ્રીજી ગૌ શાળાનું ખાતે આ સાચા અર્થમાં ગૌ માહત્મ્યને ગાયના વિવિધ પાસાઓને શરુ કરીને ગૌ પાલન, ગૌ સંવર્ધન ગૌ આધારીત કૃષિ, ગૌ આધારીત આરોગ્ય, ગૌ આધારીત પર્યાવરણ રક્ષા અને સમગ્ર ગૌ આધારીક એક આદર્શ સમાજ વ્યવસ્થાનું વિશિષ્ટ રીતે પ્રચાર પ્રસાર કરી શકાય તે અંગે શ્રીજી ગૌ શાળા ખાતે સંત સંગોષ્ઠિનું કાર્યક્રમમાં ડો. વલ્લલભાઇ કથરીયા, બાબુભાઇ બોખીરીયા, રમેશભાઇ ઠકકર, મંજુકાથી પરમાત્માનંદજી સ્વારી, તેમજ વિશાળ સંખ્યામાં સંતો મહંતો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.