Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા ની સામાન્ય સભા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષ બાદની આ પ્રથમ સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ આંગણવાડીના પ્રશ્ન પૂછ્યા હતા જેનો અધિકારીઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આંગણવાડીમાં કેટલા બાળકો હાલ નોંધાયેલા છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને કેટલી ભાડે જગ્યા ઉપર આંગણવાડી કાર્યકર છે આ અંગે પણ પ્રશ્ન પૂછાયો હતો જેનો જવાબ અધિકારી દ્વારા યોગ્ય રીતે આપવામાં ન આવતા સભ્યો દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી કે દરેક જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્નોને યોગ્ય વાચા મળે તે માટે પ્રશ્નોત્તરી નું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમાં પણ જ્યારે અધિકારીઓ પાસે કોઈ યોગ્ય વિગત ઉપલબ્ધ ન હોય તો તે યોગ્ય ના કહેવાય.

સામાન્ય સભામાં સમાવેશ થયેલ 19 ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ

રાજકોટના ન્યુસન્સ પોઇન્ટને ઓળખી 24 કલાક સીસીટીવી કેમેરા સર્વેલાન્સ રાખવા ભાજપના સભ્યોનું સૂચન

સ્વચ્છ રાજકોટ અંતર્ગત પ્લાસ્ટીકનો ઉપ્યોગ કરતા 149 વેપારીઓ પાસેથી 1.69 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો

તરફ જનરલ બોર્ડમાં વિપક્ષી સભ્યને પણ પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો ન હતો કારણ કે એક કલાક ચાલેલા જનરલ બોર્ડમાં આંગણવાડી અંગે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં બાળકો કેટલા કુપોષિત છે તે અંગે આંકડો પણ સત્તાધિશોએ મેળવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના આઇસીડિએસ વિભાગના જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક 364 આંગણવાડી છે જેમાં કુપોષિત બાળકો અને મધ્યમ કુપોષિત બાળકોની સાથે સગર્ભા સ્ત્રીઓને સરકારની વિવિધ યોજનાઓ મારફતે તેમની સાર સંભાળ રાખવામાં આવે છે.

બીજી તરફ ચોકાવનારો ખુલાસો એ વાતનો પણ થયો કે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આવતી આંગણવાડીમાં જે લોકો કાર્ય કરી રહ્યા છે તે માનદવેતન ઉપર કાર્ય કરે છે એટલું જ નહીં બીજી તરફ 364 જેટલી આંગણવાડીમાં છેલ્લા ચાર વર્ષથી આરો પ્લાન્ટ કે જે વિદ્યાર્થીઓને બાળકોને ફિલ્ટર પાણી આપે તે પણ બંધ હાલતમાં છે જેને લઇ સત્તાધિશોમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો અને અધિકારીઓને તાકીદ કરતા જણાવ્યું હતું કે ચાર વર્ષ જેટલો માતબર સમય વીતી ગયો હોવા છતાં આરો પ્લાન્ટ ને લઇ કેમ ગંભીરતા દાખવવામાં આવી નથી અને ઝડપથી આ પ્રશ્નનું નિવારણ લાવવામાં આવે તેવું પણ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ આંગણવાડી યોજના ની અમલવારી પણ કરવાની તાકીદે જાણ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જે પાંચ આંગણવાડી પામશે તે સ્માર્ટ આંગણવાડી તરીકે પણ પ્રસ્થાપિત થશે તેમ આઇસીડીએસ ના અધિકારીએ જણાવ્યું હતું. તરફ રાજકોટ સ્માર્ટ સિટી ની હરોળમાં આવી ગયું છે ત્યારે રાજકોટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ની સાથોસાથ જે પણ ન્યુસન્સ પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે તે પોઇન્ટ ઉપર સતત કેમેરા નું સર્વેલન્સ રહે તે માટે કેમેરા મુકવાનું સૂચન ભાજપના સભ્યોએ અધિકારીઓને આપ્યું હતું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા ને અનુસરવામાં આવે તે માટે રાજકોટના 149 ને દંડિત કરવામાં આવ્યા છે અને તે મુજબ 1.69 લાખ રૂપિયા નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે અખાદ્ય પ્લાસ્ટિકના જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ વાતને ધ્યાને લઈ ઉપસ્થિત બોર્ડના સભ્યો દ્વારા આ કામગીરીને આવકારવામાં આવી હતી અને જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આ વિશેષ ડ્રાઇવ યથાવત રીતે ચાલુ રહેશે. નવા વર્ષ ની આ પ્રથમ સામાન્ય સભા ખૂબ સારી રીતે પૂર્ણ થઈ હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમીન ઠાકરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.