Abtak Media Google News

પ્રશ્ર્નોતરીકાળમાં ૩૨ કોર્પોરેટરોના ૭૭ પ્રશ્ર્નો: કોંગ્રેસ આક્રમક મૂડમાં: પ્રેક્ષકો માટે ગેલેરી બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહમાં મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જે તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણો વર્તાય રહ્યા છે. બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરોએ ૭૭ પ્રશ્ર્નો રજુ કર્યા છે. નગરસેવકો અધિકારીઓને પુરી રીતે ભીડવવાના મૂડમાં છે બીજી તરફ કોંગ્રેસ પણ શાસકો પર તડાપીઠ બોલાવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. કોર્પોરેશનમાં કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકના પ્રશ્ર્નોતરીકાળમાં સૌપ્રથમ વોર્ડ નં.૧ના ભાજપના કોર્પોરેટર બાબુભાઈ આહિરના પ્રશ્ર્ન અંગે ચર્ચા થશે જોકે પ્રથમ ૧૦ પ્રશ્ર્નો ભાજપના જ ૫ નગરસેવકોના હોય કોંગ્રેસને જનરલ બોર્ડમાં બોલવાની તક મળે તેવી શકયતા હાલ જણાતી નથી જોકે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્ર્નો અંગે કોંગ્રેસ પણ જનરલ બોર્ડમાં અધિકારીઓ તથા શાસકો પર તુટી પડે તેવી સંભાવના જણાઈ રહી છે.

ગુજરાત હાઈકોર્ટે આજે વોર્ડ નં.૧૮ના કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવાનો ચુકાદો આપ્યો હોય કાલનું બોર્ડ ખંડિત રહેશે. કારણકે બોર્ડમાં ૭૨ બદલે ૭૧ કોર્પોરેટર ઉપસ્થિત રહી શકશે. છેલ્લા ઘણા સમયથી જનરલ બોર્ડમાં પ્રેક્ષકો માટે ગેલેરી બંધ રાખવામાં આવી રહી છે. આ સિલસિલો કાલે પણ યથાવત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.