Abtak Media Google News

કોડીનાર તાલુકાનાં પાંચ પીપળવા ગામનાં વતની ડોડીયા ભાવસિંગભાઈ જીવાભાઈના જીવનમાં ખૂબ જ આઘાત
પહોંચાડે તેવી ઘટના બની. વર્ષ ૨૦૧૨ માં તેમના વહાલસોયા એકના એક દિકરાનું અવસાન થયું. માતા-પિતા પર જાણે
દુઃખનું આભ ફાટયુ હોય તેમ હવેનું જીવન જીવવું અશક્ય લાગ્યું. તે સમયે તેમના દિકરી પ્રિયંકાએ પોતાના હૃદય પર પથ્થર
રાખી માતા-પિતાને સહારો આપતા કહયું કે “પપ્પા એવું કંઈક કરીશ કે તમને મારામાં આપણો ભાઈ જીવંત દેખાશે”
ધો. ૧૦ માં ૭૩% સાથે ભ.ભા.માધ્યમિક શાળા-ડોળાસા સંસ્થામાંથી ઉતીર્ણ થઈ પ્રિયંકાએ ધો. ૧૧/૧૨ સાયન્સ માટે
રાજકોટની ક્રિસ્ટલ સ્કૂલ્સ પસંદ કરી.

Advertisement

તેના પિતાજીને આપેલો કોલ સતત જીવનમંત્ર બનાવીને ખૂબ મહેનત કરી ૧૨ સાયન્સમાં 99.12 PR સાથે 92%
પ્રાપ્ત કરી તેના માતા-પિતાના અરમાનોને આકાર આપ્યો. તેના પિતાજીએ જણાવ્યું કે મારી દિકરીની આ સિધ્ધીથી
મને ખૂબ ગર્વ થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અડગ રહી પોતાનું ધ્યેય પ્રાપ્ત કરનાર, ધો. ૧૦ નાં 73% માંથી
ધો. ૧૨ સાયન્સમાં 92% સુધીની સફર કરનાર પ્રિયંકા કહે છે કે મમ્મી-પપ્પાને ખુશ કરવાના મારા અરમાનને
ક્રિસ્ટલ સ્કૂલે આકાર આપ્યો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.