Abtak Media Google News

૧૫ હજાર કે તેથી વધુનું પગાર ધોરણ ધરાવતી મહિલા જ મેટરનીટી લીવની યોજનાનો લાભ લઈ શકશે

કોર્પોરેટ કંપનીઓ સહિતની કાર્યાલયોમાં મહિલાઓની ભરતી અંગે સતત ઘટાડો થઈ રહ્યો છે. કારણ કે, મેટરનીટી બેનીફીટ એકટ મુજબ મહિલાઓને પહેલા ૧૨ અઠવાડિયા માટે પેઈડ મેટરનીટી લીવ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેને ૨૬ અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવી જેને કારણે સંસ્થાઓ પર મહિલા કર્મચારીઓના પગારનું ભારણ વધતા હવે સરકારે મેટરનીટી લીવ પર રહેલી મહિલાઓને અડધો પગાર ચૂકવવાની જાહેરાત કરી છે.

મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોથી જાણવામાં આવ્યું હતું કે, આ અંગે ટોચના અધિકારીઓની બુધવારે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં લેબર મીનીસ્ટ્રી સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી અને મેટરનીટી બેનીફીટને ઓછા કરવાનો નિર્ણય લીધો હતો.

જે પણ મહિલા અધિકારીનું વેતન રૂ.૧૫ હજાર કે તેથી વધુ હશે તે જ મેટરનીટી લીવના બેનીફીટનો લાભ લઈ શકશે. ઘણી વખત મેટરનીટી લીવથી રાહત મેળવવા માટે મહિલા કર્મચારીઓને નોકરી મુકી દેવાની સલાહ ખાનગી કંપનીઓ આપતી હોય છે અને મેટરનીટી લીવના અનેક પડકારો વચ્ચે સરકારે અડધો પગાર ચૂકવવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.