Abtak Media Google News

રાજ્યોના કાપડ મિલના રોકાણ વિસ્તાર માટે મળશે સ્વાયતતા

દેશના કાપડ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી જાતિ કાપડ નિતિમાં કાપડ નિકાસના સર્વાગી વિકાસ અને કામદારોના ઉત્કર્ષ માટેની આગવી વ્યવસ્થા માટે સરકારે કયાવત હાથ ધરી હોવાનું શુક્રવારે સરકારે સસંદમાં કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ જુલીન ઇરાનીએ જણાવી ઉમેર્યુ હતું કે નવી કાપડ નિતિમાં આ ક્ષેત્રના સર્વાગી વિકાસથી લઇ છેવાડાના કારીગર અને માનવ સંશાધનના ઉત્કૃર્ષ માટેની સરકારે કવાગત હાથધરી છે. તેમણે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે તમામ રાજય સરકારોને કાપડ નિતિના વિકાસ વિસ્તાર માટે સ્વાયતા અને આ ક્ષેત્રમાં સંકળાયેલા વિવિધક્ષેત્રના તમામ આયામોને સામેલ કરીને સુદૃઢ માળસુ ઉભુ કરવામાં આવી રહ્યું છે.

દેશના કાપડ ઉદ્યોગના પ્રોત્સાહિત કરી વિકાસને વધુ વેગવાન બનાવતા કાપડ ઉદ્યોગના તમામ વિભાગો અને સંકિલિત ક્ષેત્રના અગ્રણિયોની બેઠક અને ચર્ચામાં કપાસ, મલમલ, શણ, ઊન, હાથ વણાંટના ટ્રાયલર હેન્ડલુમ, હાથશાળ, પાવરલુમ, ટેકિનિકલ ટ્રાયલ ટેકનોલોજી અને મશીનોના વિકાસ સાથે આંતરમાળા  સુવિધાઓનો વિકાસ વણાંટકામ અને કાપડ બનાવવાની તમામ પ્રક્રિયા સાથે માનવસંશય ધનના વિકાસ માટે સરકાર કમર ઘસી છે.

Shutterstock 99756866

એક સ્વાયત પ્રશ્ર્નના જવાબમાં કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યુ હતુ કે સરકારે આ ક્ષેત્રના વિકાસ માટે સમય અને સંજોગો અને જરૂરિયાતને લઇને મોતાની રીતે રણનિતિમાં સુધારો કયો છે. ટેક્ષટાઇલ અને કાપડ એકમના પુન: સુધારણા માટે કોઇ માંગણી સરકારને મળી નથી.

Textile And Garments 1

કાપડમંત્રી સ્મૃતિઇરાનીએ ગૃહમાં એવી માહિતી આપી હતી કે દેશના કાપડ ઉદ્યોગનો અને ઘરેલુ ઉત્પાદનના ફાળો ભારતના વિકાસ દરમા મહત્વનો રહેલો છે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રુહમાં ટકાવારીના ધોરણે વાત કરીએ તો ઘરેલુ ઉત્પાદન અને કાપડક્ષેત્રનો ફાળો અનુક્રમે ૨.૨% અને ૧૩.૨૨% જેટલો વિકાસદરમાં રહ્યો છે. ૨૦૧૭-૧૮માં રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા ટેક્ષટાઇલ ઉદ્યોગની વિકાસદરમાં મહત્વના અંગેના ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.

સ્મૃતિ ઇરાનીએ જણાવ્યુ હતુ કે દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી કાપડ ઉદ્યોગ પર કેટલુ દબાણ અને સમાસ્યઓનું સામનો કરતો હતો જેવી કે ટેકનોલોજીના આ વિષ્કાર ઊંચી પડતર કિંમત અપૂરતી સહાય અને કાચી સાધન સામગ્રીની ખેંચના કારણે આ ઉદ્યોગ કેટલાક પડકારોના સામના છતા પોતાની રીતે અડીખમ ઉભુ રહેવામાં સફળ રહ્યું છે.

6.Saturday 1

અન્ય એક પ્રશ્ર્નના ઉતરમાં કાપડ મિલોની સંખ્યા અને મિલો બંધ થવાની સ્થિતિ અંગે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય કાપડ નિગમના અહેવાલોને ધ્યાને લઇ એતો દેશમાં છેલ્લા ત્રણ વરસમાં એકપણ કાપડમિલ બંધ થયાનાં કોઇ અહેવાલો નથી અલબત ૩૦ સપ્ટે. ૨૦૧૯થી લઇને ૩ વરસના ગાળામાં ૩૧ નવા કપાસ આધારિત, માનવ સર્જિત ટ્રાયલર સ્પીનિંગ મિલો ચાલુ થઇ છે. હાં જે મિલો બંધ થયા છે. તેમાં મુખ્યત્વે માલિકોના આર્થિક સમાસ્યાઓ અને કામદાર આધારિત મુદ્દાઓને લઇને મિલો બંધ થઇ છે. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યુ હતુ કે સરકારની કાપડનિતિ ફરીથી કાપડ ઉદ્યોગ અને ખાસ કરીને હાથશાળ અને વણાંટ ઉદ્યોગને વધુ જાગૃત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.