Abtak Media Google News

અધરવેણુ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

તાજેતરમાં લોકોની સતત વ્યસ્તતામાં યુવાનોમાં રહેલી હિન્દુ સંસ્કૃતીની સુશુપ્ત કલાને બહાર લાવવાન ઉમદા આશ્રયથી વર્ષોથી અધરવેણુની સ્થાપના કરવામાં આવી હતી. અને આ ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનીક અતિપ્રિય અને તેમના મુખ ઉપર રહેલ વેણુ બાંસુરી વાદનની કલાને બાંસુરીવાદકોને એકત્ર કરી, શાસ્ત્રીય સંગીત પધ્ધતિથી બાંસુરી વાદન શીખવવાનો પ્રયાસ કરી રહી છે.

વેણુ વાદનને આગળ ધપાવવા અધરવેણુ દ્વારા અવાર નવર વર્કશોપ, સંગીત બેઠકો, તથા જુદા જુદા કાર્યક્રમો રાજકોટ ખાતે કરેલ છે. તેમજ આજના ડીઝીટલ એટલે કે મોબાઈલ યુગમાં બાળકોને બાંસુરી શીખવવાનું ઉમદા કાર્ય હાથ ધરેલ છે.બાળકોને સંગીતની પરીક્ષા લક્ષી તૈયારીઓ, કલા મહાકુંભ જેવા રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનું એક પ્લેટફોર્મ પૂ‚ પાડે છે.

હાલના સમયને ધ્યાનમાં રાખીને બાળકો અને સંગીત રસીકોને પ્રોત્સાહન આપવા અને તેમનામાં રહેલા સંગીત પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા અધરવેણુ દ્વારા તા.૩.૨ ના રવિવારના રોજ હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે એક સાઝ કંઈ અંદાઝ ના કાર્યક્રમથી ફિલ્મી અને કલાસીકલ બાંસુરી અને તબલાનું ભવ્ય ફયુઝન ક્ધસર્ટ રાખેલ છે. તેમજ આ કાર્યક્રમ દરમ્યાન નાના નાના બાળકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ બાંસુરીના સ્વરો દ્વારા સુંદર વાદન વગાડી શકે છે. તે આ કાર્યક્રમમાં નિહાળી શકાશે.

તાજેતરમાં જ રાજકોટ ખાતે નિઓ ફાઉન્ડેશન દ્વારા વિશાળ શાસ્ત્રીય સંગીતનો ભવ્ય સમારોહ થયેલ છે. અને ભારતભરનાં દિગ્ગજો, પંડીતને રાજકોટ આમંત્રણ આપીને સમગ્ર સૌરાષ્ટ્રને સુરમીય બનાવી સરહાનીય કામ કરેલું છે.

જે કાર્યક્રમ દર વર્ષે શહેરના લાભાર્થે યોજાઈ છે. અને તેમાં પણ યુવા કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આવા જ ઉમદા હેતુથી બાળકોનાં પ્રોત્સાહન અને તેના શિક્ષણ અર્થે સૌરાષ્ટ્રના ખ્યાતનામ તેમજ ઓલ ઈન્ડીયા રેડીયો તથા દૂરદર્શન માન્ય બાંસુરી કલાકાર ડો. સંજીવભાઈ ધારૈયા તથા તબલાવાદક મનોજ ઠાકર સાથે ફયુઝન ક્ધસર્ટ તથા સોલો કાર્યક્રમ રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અધરવેણુના ડો. કલ્પેશા ચંદ્રાણી, જીજ્ઞેશ લાઠીગરા તથા ચેતનભાઈ જોષી વિગેરે સહિતના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના પાસ મેળવવા માટે અધરવેણુના કોન્ટેક નં. ૯૪૨૭૩૮૧૨૧૨ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.