Abtak Media Google News

સમાજના મહેમાનોની હાજરીમાં યોજાયો જાજરમાન સન્માન સમારોહ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૨થી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો ચાલી રહ્યા છે. જેનો લાભ બહોળી સંખ્યામાં યુવાનો લઈ રહ્યા છે. ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને દર વર્ષેઅનેક વિદ્યાર્થીઓ સરકારી વિભાગની પરીક્ષા પાસ કરીને નોકરી મેળવે છે. ત્યારે વર્ષ ૨૦૧૯માં સરકારી વિભાગમાં પસંદ થયેલા કુલ ૯૪ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું સન્માન કરવા માટે ભવ્યાતિભવ્ય સન્માન સમારોહનું આયોજન ગઈકાલે નાના મવા મેઈન રોડ પર આવેલા સત્યમ પાર્ટી લોન્સમાં કરવામાં આવ્યું હતું. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં સમાજના મહેમાનોની હાજરીમાં વિદ્યાર્થીઓની સાથે તેઓના માતા-પિતાને પણ સન્માનિત કરાયા હતા. સન્માન સમારોહમાં સાડા સાત હજારથી વધુ લોકોએ હાજર રહીને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાનેયોજાયેલા સન્માન સમારોહની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણીએ હાજર સૌ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ સરકારી નોકરીમાં પસંદ થયેલા કુલ ૯૪ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોની સાથે તેમના માતા-પિતા, પરિવારને નરેશભાઈ પટેલ અને અન્ય મહેમાનોના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની છબી આપીને સન્માનિત કરાયા હતા.સન્માનિત થયેલા કુલ ૯૪ વિદ્યાર્થીઓમાં ૭૮ પોલીસ વિભાગમાં પસંદ થયા છે જ્યારે બાકીના ૧૬ વિદ્યાર્થીઓએ ઉઢજઘ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નશાબંધી અને આબકારી વિભાગ સહિતના અન્ય વિભાગમાં નિમણૂક પામી સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીતનું ગાન અને મોબાઈલમાં ફ્લેશલાઈટ ચાલુ કરી મા ખોડલની આરતી કરવામાં આવી હતી..

Advertisement

Image 3 1 E1577105005390

ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવી સન્માનિત થનાર તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના માર્ગદર્શક એવા નરેશભાઈ પટેલનું હાર પહેરાવીઅને મા ખોડલની પંચધાતુની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. સાથે જ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી, વિદ્યાર્થીઓને તાલીમ આપનાર પીઆઈ સંજયભાઈ પાદરીયા અને સંજયભાઈ ખાખરીયાનું પણ મા ખોડલની પંચધાતુની મૂર્તિ અર્પણ કરીને સન્માન કર્યું હતું. સન્માનિત થનાર બહેનોએ નરેશભાઈ પટેલ અને  સંજયભાઈ પાદરીયાને તૈલી ચિત્ર અર્પણ કરીને સન્માન કર્યું હતું.

કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતાં બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીએ સંગઠનની શક્તિને વધારે આગળ વધારીને સમાજને વધુ મદદરૂપ થવા જણાવ્યું હતું. લેઉવા પટેલ અતિથિ ભવન સોમનાથ વેરાવળના ટ્રસ્ટી કમલનયનભાઈ સોજીત્રાએ પ્રાસંગિક સંબોધનમાં  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં ચાલતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી સાથે જ  ખોડલધામ ટ્રસ્ટના આગામી પ્રકલ્પો વિશે પણ વાત કરી હતી.જ્યારે સંજયભાઈ પાદરીયાએ ખોડલધામ વિદ્યાર્થી સમિતિની સ્થાપના અને પ્રવૃત્તિઓ અંગે વાત કરી હતી સાથે  ખોડલધામ વિદ્યાર્થી સમિતિ જે હેતુ સાથે કામ કરી રહી છે તેવા (પોલીસ, પત્રકાર અને પોલિટિક્સ) થીયરી અંગે  વાત કરી હતી.

આ સન્માન સમારોહમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના સમગ્ર ગુજરાતના ક્ધવીનરો, સહ ક્ધવીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સોશિયલ ગ્રુપના સભ્યો, લેઉવા પટેલ સમાજના અટકથી ચાલતા પરિવાર અને સંસ્થાના સભ્યો સહિતના સાડા સાત હજારથી વધુ લોકો હાજરી આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.