Abtak Media Google News

હાસ્યકાર શાહબુદીન રાઠોડે મેળાને ખુલ્લો મુકયો: ૯૫ જેટલી શાળા-કોલેજોએ લીધો ભાગ:૫ હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવન દ્વારા બે દિવસીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રકક્ષાના મનોવિજ્ઞાન મેળાનો મનોવિજ્ઞાનથી સામાન્ય લોકોના જીવનમાં ફેરફારો આવે છે અને જીવન જીવવાની ગુણવતા વધે છે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૩૫ જેટલા સ્ટોલમાં અલગ-અલગ ૯૫ જેટલી શાળા-કોલેજોએ ભાગ લીધો છે. બે દિવસ ચાલનારા આ મેળામાં ૫૦૦૦થી વધુ મુલાકાત લેશે તેવી આશા સેવાઈ રહી છે. મેળાના ઉદઘાટન પ્રસંગે પદમશ્રી શાહબુદીન રાઠોડ તથા વિવિધ મહાનુભાવોમાં કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી અને ઉપકુલપતિ વિજયભાઈ દેસાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ મેળાનો લાભ લીધો હતો.

Img 9562

મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો.યોગેશ જોકશનએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાર્ટ સ્પર્ધામાં ૯૫૦ જેટલી સ્પર્ધાની એન્ટ્રી આવી છે ત્યાં અમારા અનુમાન પ્રમાણે ૫૦૦૦ જેટલા લોકો બે દિવસમાં મુલાકાત લેશે. આ નેશનલ કક્ષાના મેળા પાછળનો હેતુ એ છે કે મનોવિજ્ઞાન વિષય ફકત ભણવા પુરતો નથી. મનોવિજ્ઞાન વિષયથી સામાન્ય વ્યકિતના જીવનમાં ફેરફારો લાવી શકે છે અને એ ફેરફારોથી જીવનમાં ગુણવતા આવે છે. આવી ગુણવતા વધુને વધુ લોકોમાં આવે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. ૩૫ જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે જેમાં જુદી-જુદી ૯૫ કોલેજોએ અને સ્કુલના બાળકોએ ચાર્ટ બનાવ્યા છે તથા અહીં જે વિષય પર પ્રદર્શન છે તે સામાન્ય વ્યકિત માટે ખુબ ઉપયોગી છે. સાથે સાથે ડાયાબીટીશ અને બી.પીનું ચેકઅપ ફ્રિમાં કરવામાં આવનાર છે. બાળાઓમાં પિરિયડસની અવેરનેસ માટેનો સ્ટોલ પણ રાખવામાં આવેલ છે.

Img 9550

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મનોવિજ્ઞાન ભવન દ્વારા એક મનોવિજ્ઞાન મેળાનું આયોજન થયું છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે માનવીની સામાજીક પરિસ્થિતિ વ્યકિતગત પરિસ્થિતિ અને વ્યકિતગત બાબતોમાં આવી ઘણી બાબતોમાં નિરાશાઓ, દ્વેષ, આત્મહત્યા વગેરેનું જે પ્રમાણ વઘ્યું છે ત્યારે આવા મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવાથી યુવાનો ખુબ આકર્ષાયા છે અને મોટી સંખ્યામાં હાજરી આપી છે.

મનોવિજ્ઞાન મેળામાં મેં મારા મનની ભાવના વ્યકત કરી: શાહબુદીન રાઠોડ

શાહબુદીન રાઠોડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાના મનોવિજ્ઞાન મેળામાં હાજરી આપી અહીં મારા મનની ભાવના પણ વ્યકત કરી છે અને ખુબ આનંદ થયો છે. રાષ્ટ્રીય કક્ષાના આવા મનોવિજ્ઞાન મેળાના આયોજનથી લોકોને ખ્યાલ આવે છે કે જીવનમાં મનોવિજ્ઞાન કેવું મહત્વ છે. કારણકે અંતે હાલવાનું તો મન પર જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.