Abtak Media Google News

સોશિયલ મીડિયાનો “વાયરસ” જોખમરૂપ બની રહ્યો છે

કોરોનાની જેમ સોશ્યલ મીડિયાનો વાયરલ “વાયરસ” પણ જોખમી

ખેડુત આંદોલન મુદ્દે ટ્વીટ કરનાર પોપ સ્ટાર રેહાના, સ્વીસ પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દેશવાસીઓનો આક્રોશ

ગ્રેટા થનબર્ગેે ટ્વિટર પર શેર કરેલા ટુલકીટની ઊંડાણપૂર્વકની તપાસ: દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ખેડુતો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. નવું કૃષિ બીલ પાછું ઠેલાય તે તીવ્ર માંગ સાથે દિલ્હી બોર્ડર પર અડગ બેઠાં છે ત્યારે આ આંદોલન માત્ર ભારત જ નહીં પરંતુ સંયુકત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્ર્વનું ઘ્યાન ખેંચ્યું છે એમાં પણ આ આંદોલનમાં સોશ્યલ મીડિયાનો વાયરલ ‘વાયરસ’ ઘુસી જતા મોટું જોખમ ઉભું થયું છે. અમેરિકી પોપ સ્ટાર રેહાના, સવિડનની પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગે આંદોલનકારીઓના પક્ષમાં ટ્રવિટર પર ટવિટ કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો છે. દેશના આંતરિક મામલામાં વિદેશી હસ્તીઓની દખલગીરીને સાર્વભૌમતા અને અંખડિતતાને ઠેસ પહોચાડનારી ગણાવી કેન્દ્ર સરકારે આકરી ટીકા કરી છે. ગ્રેટા થનબર્ગે ટ્રવિટર પર એક ટુલકીટ શેર કરી હતી જે કેનેડાના ખાલીસ્તાની તરફીઓએ બનાવી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

જો કે, આ મુદ્દે દિલ્હી પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ કરી છે. ટુલકીટ શું છે?? એ અંગે વાત કરીએ, તો તે એક પ્રકારના દિશા નિર્દેશો સુચવે છે એક પ્રકારનું ફોર્મેટ તૈયાર કરાયું હોય છે જેમાં વિવિધ જાતના આંદોલનો વિરોધ હોય, તો તેમાં સહભાગી કેમ બનવું?? ગ્રેટા થનબર્ગે શેર કરેલા ટુલકીટમાં વિવિધ પ્રકારના હેઝરેગ સાથે અભિયાન ચલાવવા, સોશ્યલ મિડિયાના માઘ્યમ થકી ભારતમાં ચાલી રહેલા આંદોલનને સપોર્ટ કેમ કરવો? તે અંગે દિશા નિર્દેશો હતા આ ટુલકીટના મુળ કેનેડામાં હોવાનો ઘટસ્ફોટ થયો છે એટલે કે આ પ્રકારની ટુલકીટ કેનેડાના ખાલીસ્તાનની ચળવળકારોએ બનાવી હોવાનું સામે આવ્યું છે.

કોરોના વાયરસની ઉભી થયેલી મહામારીએ જેમ વિશ્ર્વ આખાને ભરડામાં લઇ જીવનું જોખમ ઉભું કર્યુ છે તેમ સોશ્યલ મીડિયાના વાયરલ ‘વાયરસે’ પણ જોખમ ઉભું કર્યુ છે. આજના આધુનિક સમયમાં ડીજીટલી સેવાનો વ્યાપ વધતા ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, યુ ટયુબ જેવા સોશ્યલ મીડિયા પ્લેટ ફોર્મ નો ઉપયોગ  વઘ્યો છે પરંતુ આના સિકકાની બે બાજુની જેમ સારા અને નરસા એમ બન્ને પરિણામ છે પરંતુ હાલ, ના સમયમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ આંદોલન, ડીજીટલ વિરોધ માટે વધુ થઇ રહ્યો હોય, તેમ ખેડુત આંદોલન પરથી સ્પષ્ટ રીતે સાબિત થયું છે.

ખેડુત આંદોલન મુદ્દે અમેરિકાનો મત: નવા કૃષિ કાયદાને ગણાવ્યા લાભદાયી

આંતરરાષ્ટ્રીય ગાયિકા રિહાન્ના અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે ત્યારે હવે બાઈડેન સરકારે કૃષિ કાયદામાં મોદી સરકારે કરેલા સુધારાની પ્રશંસા કરી છે. અમેરિકાએ કહ્યું કે આ સુધારાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ અને કાર્યક્ષમતા વધશે. (અનુ. આઠમા પાને)

ખેડૂતોના આંદોલન મુદ્દે બાઈડેન સરકારનું કહેવું છે કે બંને પક્ષો પારસ્પરિક સંમતિથી વિવાદનો ઉકેલ લાવે તે મહત્વપૂર્ણ છે. જોકે ભારતે અમેરિકા દ્વારા થયેલી શાંતિપૂર્ણ વિરોધની દલીલના જવાબમાં 26મી જાન્યુઆરી થયેલી હિંસાને અમેરિકામાં થયેલી કેપિટોલ હિલ હિંસા જેવી પરિસ્થિતિ ગણાવી હતી.

ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ ગુનો દાખલ

પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. થનબર્ગ પર આરોપ છે કે, તેણે ખેડૂત આંદોલનને લઈ ભડકાઉ ટ્વિટ કર્યા હતા. સોશિયલ મીડિયાના વાઇરસના કારણે આંદોલનમાં ઘી હોમાઈ શકે તેવી ભીતિ છે. આ પ્રકારના ટ્વીટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ માટે એક ખાસ ટૂલ કીટ ફાળવવામાં આવી હતી. આ ટૂલ કીટ ટ્વિટર પર અપલોડ કર્યા બાદ તુરંત ડિલીટ પણ થઇ (અનુ. આઠમા પાને)

ગઇ હતી. જોકે, કેટલાક લોકોએ આ ટૂલ કીટ ના સ્ક્રીનશોટ પાડી લીધા છે અને આ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.