Abtak Media Google News

ગુજરાત ધીમે ધીમે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.તેને તેમ આ ગુજરાતને ડ્રગ્સનું કેપિટલ બનાવવા માટે “હરામી” લોકો દ્વારા નવી નવી મોડસ ઓપરેન્ડી આપવાની ડ્રગ્સ દરિયા કિનારેથી અને અલગ અલગ રીતે ડ્રગ્સ ધુસાડી તેનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે.ગાંધીના ગુજરાત માં જ્યાં દારૂબંધી હોવાનો ગર્વ કરવામાં આવે છે તે ગુજરાત “હરામી” લોકોના કારણે જાણે કે ડ્રગ્સનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.ત્યારે હજુ તો બે દિવસ પહેલા જ ગાંધીધામમાંથી રેકોર્ડ બ્રેક 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.ત્યારે આજે અમદાવાદ સાયબર યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીનો ઉપયોગ કરી પુસ્તકો અને રમકડાની આડમાં થતી ડ્રગ્સ ની હેરાફેરી નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.જેમાં પોલીસે અમેરિકાથી આવેલા 20 પાર્સલો કબજે કરી કુલ રૂપિયા 47 લાખનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું.જ્યારે આ મામલે વધુ વિગતો આપતા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પુસ્તકોના પાનાને પલાળીને પાર્સલમાં પેક કરી ડ્રગ્સ મંગાવનારના ઘરે સીધી ડીલેવરી કરવામાં આવતી હતી.હાલ આ અમદાવાદ આવેલા પાર્સલો સુરત અને વડોદરા ડીલેવરી કરવાના હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.જેથી હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરોને ટ્રેસ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

વિગતો મુજબ અમદાવાદ સાયબર યુનિટે ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમેરિકા, કેનેડા અને ફુકેતમાં બેઠેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા દેશના અલગ અલગ ભાગોમાં નવી જ મોડસ ઓપરન્ડી દ્વારા ડ્રગ્સ મોકલતા હોવાનુ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે અમરેલીથી પુસ્તકો અને રમકડાની આડમાં મંગાવવામાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આની મોડસ ઓપરેન્ડી એકદમ નવી અને હેરાન કરનારી છે. હાલ અમદાવાદ સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે દ્વારા પુસ્તકો અને રમકડાના 20 પાર્સલો છુપાવવામાં આવેલું 5.96 કિલો જેની કિંમત રૂ.46.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે છે. હાલ આ ટીમ દ્વારા ડ્રગ્સ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવાયા છે.

અમદાવાદમાં સાયબર પોલીસે પુસ્તકો અને રમકડાંમાં થતી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરી રૂ.46 લાખનું ડ્રગ્સ પકડાયું

પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને બોક્ષમાં પેક કરી કુરિયર કંપની દ્વારા વિદેશથી પાર્સલો મંગાવી પેડલરોની નવી મોડસ ઓપરેન્ડી

આ અંગે હાલ મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સને પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને રાખવામાં આવ્યું હતું. જે બાદ આ પુસ્તકોની ડિલીવરી કરવામાં આવવાની હતી. ડ્રગ્સના ઉપયોગ માટે આ પુસ્તકોનાં પાનને ફાળીને તેને ક્રશ કરીને તેનો ડ્રગ્સના ફોર્મમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ એક અગલ પ્રકારની મોડસ ઓપરન્ડી જોવા મળી છે.

આ પુસ્તકો અને રમકડાને આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીના ગોડાઉન છે તેમાંથી પકડવામાં આવ્યા છે. આ સાથે સાયબર યુનિટ પાસે જે લોકોએ આ પુસ્તકો અને રમકડાં વિદેશોથી મંગાવ્યા છે તેમની માહિતી પણ ટ્રેસ કરી લેવામાં આવી છે. આવનારા સમયમાં આ રેકેટ સાથે સંકળાયેલા પેડલરો અને આ પુસ્તકો રમકડાં મંગાવનારાઓની પણ ધરપકડ થઇ શકે છે. આ ડાર્ક વેબનું જે ષડયંત્ર ચાલી રહ્યુ હતુ તેનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી અને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતું હતુ.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ગાંધીધામ પોલીસ દ્વારા રેકોર્ડ બ્રેક રૂ.800 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે ખૂબ મોટા પ્રમાણમાં કોકેઇન સપ્લાય થવા જઈ રહ્યો હોવાની વાત પહોંચતા આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અંદાજે 80 કિલો જેટલું કોકેઇન જપ્ત કર્યું હતું. જેનો એફ.એસ.એલ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જેમાં પોલીસ દ્વારા સપ્લાયરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જ્યારે આજે અમદાવાદ સાયબર પોલીસ દ્વારા ઓનલાઇન થતા વેપારનો પડદાફાશ કરતા ડ્રગ્સ માફિયાઓમાં ફળફળાટ મચી જવા પામી છે.

દુબઈથી મુન્દ્રા કન્ટેનર મોકલી કાપડના રોલમાં વીંટી હેરોઇનની હેરાફેરી કરાતી

વર્ષ 2022 માં દુબઈથી આવેલા કન્ટેનર કે જે છેલ્લા દોઢ બે મહિનાથી મુન્દ્રા પોર્ટ ખાતે પડેલું હતું જેમાં શંકાસ્પદ ચણાતા તેની તપાસ કરવામાં આવી હતી અને તેની અંદરથી કાપડના રોલ મળી આવ્યા હતા. આ કાપડના રોલ તપાસતા તેની અંદરથી 376 કરોડનું હિરોઈન મળી આવ્યું હતું. જેથી કાપડના રોલની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવ્યું હતી

અમદાવાદમાં બ્રાઝિલિયન નાગરિક દ્વારા પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની અંદર ‘બ્લેક કોકેઈન’ છુપાવી હેરાફેરી કરાતી

બ્રાઝિલનો નાગરિક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે તેની પાસે કોકેઈન હોવાની ડીઆરઆઈને માહિતી મળી હતી.

જ્યારે આ પ્રવાસી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે ડીઆરઆઈએ તેને રોક્યો હતો અને તેની પેસેન્જર ટ્રોલી અને કેબિન બેગની અંદર છુપાયેલી 3.21 કિલો બ્લેક કોકેઈન મળી આવ્યું હતું.

અમદાવાદ: પુસ્તકોનાં પાનાને ડ્રગ્સમાં પલાળીને પાર્સલોમાં પેક કરી આંતરરાષ્ટ્રીય કુરિયર મારફત હેરાફેરી કરાતી

અમદાવાદમાં ગઈકાલે પકડાયેલા ડ્રગ્સ માં તપાસ કરતા સાયબર પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રગ્સ માફિયાઓ દ્વારા પુસ્તકોના પાનાને ડ્રટગ્સમાં પલાણી આ પુસ્તકોને આંતરરાષ્ટ્રીય કુરિયર મારફત મોકલી ડ્રગ્સ ની હેરાફેરી કરવામાં આવતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.