Abtak Media Google News

ઇજીપ્ત પ્રાચીન સમયમાં લોકોના શવ વર્ષો સુધી સાંચવવામાં આવતા હતા. પરંતુ આ વાત જાણીને આશ્ર્ચર્ય થશે કે પુર્તગાલની યુનિવર્સિટીમાં ડિઓગો એલ્વેસ નામના એક સીરીયલ કિલરનું માથુ ૧૫૦ વર્ષથી સાંચવીને રાખવામાં આવ્યું છે. હકિકત એ છે કે ડિઓગો લિસ્બનમાં નોકરીની શોધમાં આવ્યો હતો પરંતુ પુર્તગાલનો તે સૌથી ખૂંખાર સિરિયલ કિલર બની ગયો તેનો જન્મ ૧૮૧૦માં સ્પેનમાં થયો હતો.

લિસ્બનમાં ડિઓગોએ ઘણા સમય સુધી નોકરીની શોધ કરી બાદમાં નિષ્ફળતા મેળવતા તે લૂંટેરો બની ગયો અને તે ખેડૂતોને તેનો શિકાર બનાવવા લાગ્યો. તેણે લૂંટના ઇરાદાથી ડઝન જેટલા ખેડૂતોને મોતને ઘાટ ઉતાર્યા જેની પોલીસને જાણ થતા પોલીસે તેની શોધ કરી તો ડિઓગોએ લૂંટફાટ છોડી તે અંડર ગ્રાઉન્ડ થઇ ગયો બાદમાં તેણે પોતાની એક ગેંગ બનાવી અને મોટી લૂંટ કરવાની શ‚આત કરી ડિઓગે એક ડોક્ટરના ઘરમાં ઘુસી લૂંટ કરી તો પોલીસે તેને નજીકમાંથી પકડી પાડ્યો વર્ષ ૧૯૪૧માં તેણે ૭૦ થી વધુ લોકોની હત્યા કરી હતી.

આ આરોપમાં તેની ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે તેને ફાંસી આપવામાં આવી ત્યારે મસ્તિષ્ક વિજ્ઞાન એક રસપ્રદ વિષય હતો માટેએ વૈજ્ઞાનિકે તેની માંગ કરી અને સંશોધન માટે સાંચવીને રાખવાનું કહ્યુ બસ ૧૫૦ વર્ષથી તેને સાંચવીને રાખવામાં આવ્યું છે. આજે પણ લિસ્બન યુનિવર્સિટીમાં તેનું  માથુ રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.