Abtak Media Google News

જસદણ તાલુકાના કાનપર ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે પ્રાથમિક  આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ: જસદણ એસ.ટી.બસ સ્ટેન્ડ તથા સરકારી હોસ્પિટલની મુલાકાત પણ લીધી

રાજયના પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન વિભગના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ તાલુકાના કાનપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય નાગરિકોના આરોગ્યની સંભાળ એ રાજયસરકારની પ્રથમ પ્રામિકતા છે.

રૂ. એક કરોડના ખર્ચે કાનપર ગામે બનેલા પ્રામિક આરોગ્ય કેન્દ્રનો આસપાસના ગામોને લાભ લેવા અનુરોધ કરતાં મંત્રી કુંવરજીભાઇએ ઉમેર્યું હતું કે, જસદણ તાલુકામાં લોકો વચ્ચે આવવાી તેમને પરિવારની ભાવના અનુભવાય છે. લોકોની સુવિધા વધે, સગવડ ઘરઆંગણે જ સચવાય અને જસદણ તાલુકાનો વિકાસ થાય, તે માટે શકય તમામ સહકારની ખાત્રી મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનોને આપી હતી. જસદણ તાલુકામાં પાણી પુરવઠાની જાળવણી માટે રાજયસરકારે તાજેતરમાં જ રૂ. ૪૭ કરોડ ફાળવ્યા હોવાનું જણાવી પાણી અંગેની ગ્રામજનોની કોઇ પણ  સમસ્યાની સત્વરે રજૂઆત કરવા નાગરિકોને જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ સ્વાગત પ્રવચનમાં કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ નારી સુવિધાઓ તથા તેના નિર્માણ બાબતની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. વિભાગીય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની “આયુષ્માન ભારત યોજના અન્વયે બનેલું કાનપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેલ્ એન્ડ ફીટનેસ ઝોન તરીકે કાર્યરત કરાયું છે, જયાં આરોગ્ય ઉપરાંત, યોગ, રસીકરણ, આરોગ્ય શિબિર, કાર્યશાળાઓ, વગેરેનું પણ આયોજન સમયાંતરે કરવામાં આવશે.

મંત્રી બાવળિયાના હસ્તે દિપ પ્રાગટયી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મેડિકલ ઓફિસર ડો. શ્રધ્ધા તથા અન્ય કર્મચારીઓએ મહાનુભાવોનું પુષ્પગુચ્છી સ્વાગત કર્યું હતું. મંત્રીએ આ પ્રસંગે તકતી અનાવરણ કર્યું હતું. અને કાનપર પ્રામિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી.

મંત્રી કુંવરજીભાઇ ત્યાર બાદ જસદણ આવી પહોંચ્યા હતા, અને જસદણ એસ.ટી.બસ સ્ટેન્ડની પણ મુલાકાત લીધી હતી. બસ સ્ટેન્ડ ખાતે જોવા મળેલી ગંદકીનો સત્વરે નિકાલ કરવા તેમણે સંબંધિતોને સ્થળ પર જ સૂચના આપી હતી. મંત્રીની જસદણની સરકારી હોસ્પિટલની મુલાકાત  દરમ્યાન નાગરિકોને પડતી અગવડ નિવારવા અને ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ તથા જાળવણી કરવા બાબતે તેમણે આરોગ્ય અધિકારીઅોને તાકીદ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય રણજીતભાઇ, તાલુકા પંચાયત પ્રમુખશ્રછગનભાઇ, કાનપરના સરપંચ મગનભાઇ ઉંજીયા તા આસપાસના ગામોના સરપંચો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સીંગ, મામલતદાર ઝાલા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.