Abtak Media Google News

અઘટિત ઘટના અટકાવવા 12 પુલ ધવસ્ત કરાયા : 121 પુલનું સમારકામ કરાયું

રાજ્ય સરકાર રાજ્યના 35,000 થી વધુ પુલોના ‘સ્વાસ્થ્ય’ની ચકાસણી કરવામાં આવનાર છે. બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારના પ્રવક્તા અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે,12 ખતરનાક પુલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે અને તોડી પાડ્યા પછી પુનઃનિર્માણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે 121 પુલનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને સરકાર 116 પુલને મજબૂત બનાવનારી છે. મંત્રીએ કહ્યું કે,  રાજ્યમાં કુલ 35,731 પુલ છે.

બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સરકારી વિભાગોના વડાઓને પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલી તમામ વિભાગીય પૂછપરછને પૂર્ણ કરવા જણાવ્યું હતું. રૂષિકેશ પટેલે પુષ્ટિ કરી છે કે, મુખ્યમંત્રીએ પાંચ વર્ષથી પેન્ડિંગ વિભાગીય ઈન્કવાયરી અંગે ચિંતા વ્યક્ત કરી અને અધિકારીઓને એક મહિનામાં આવી તમામ ઈન્કવાયરી પૂર્ણ કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં 1,725 ઈન્કવાયરી પેન્ડિંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.