Abtak Media Google News

અફઘાનિસ્તાન પોતાની પ્રથમ ટેસ્ટ રમવા જઈ  રહ્યું છે ત્યારે ફરી એક વખત બધાની નઝર રશીદ ખાન  પર રહેશે અને તેની બોલિંગ ટેસ્ટમેચમાં કેવી ચાલે છે તેના પર અફઘાનિસ્તાનની સફળતાનો મોટો હિસ્સો છે

 

Advertisement

અફઘાનિસ્તાનને તાજેતરમાં જ આઇસીસી તરફથી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો દરજ્જો મળ્યો છે અને એણે પોતાની સૌપ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટ આવતી કાલથી ભારત સામે રમવાનું પસંદ કર્યું છે. ક્રિકેટના ક્ષેત્રે ભારતને પોતાનું પહેલું ઘર માનતી અફઘાનિસ્તાનની ટીમ અસગર સ્ટેનિકઝાઇના સુકાનમાં રશીદ ખાન અને મુજીબ ઉર રહેમાન સહિતના અનેક કાબેલ સ્પિનરોને લઈને ભારત આવી છે.

દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમના કાર્યવાહક કેપ્ટન અંજ્કિંય રહાણેનું કહેવું છે કે અફઘાનિસ્તાનના પ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટમાં તેની વિરુદ્ધ રમવું તેના માટે સન્માનની વાત છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરુદ્ધ બેંગલુરૂમાં ૧૪ જૂનથી એકમાત્ર ટેસ્ટ રમશે.અફઘાનિસ્તાનના પ્રથમ ટેસ્ટ મેચમાં રમવું સન્માનની વાત છે. આ તેના માટે ઐતિહાસિક ક્ષણ છે અને આ અવસરનો ભાગ બનવું અમારા માટે સન્માનની વાત છે.

રહાણેએ કહ્યું, અફઘાનિસ્તાન પાસે એક સારી ટીમ છે અને કેટલાક પ્રતિભાશાળી ખેલાડી છે, જેણે નાના ફોર્મેટમાં તેને સાબિત કર્યાં છે. મને આશા છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં આમ કરવાની આશા રાખી રહ્યાં છે. ભારતીય ટીમ તરફથી હું તેમને શુભકામના આપું છું.

ટેસ્ટ રેકિંગમાં પ્રથમ સ્થાને રહેલી ભારતીય ટીમ આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વિના મેદાને ઉતરશે પરંતુ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ચેતેશ્વર પૂજારા (છઠ્ઠુ સ્થાન), રહાણે (૧૮મું સ્થાન) અને રાહુલ (૧૯મું સ્થાન) જેવા બેટ્સમેન પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છશે. બોલિંગમાં જાડેજા અને અશ્વિન પોતાનું રેન્કિંગ સુધારવા મેદાને ઉતરશે.

અફઘાનિસ્તાન નાના ફોર્મેટમાં સફળ રહ્યું છે હવે ટેસ્ટ મેચમાં તેને સાબિત કરવા ઉતરશે  આયર્લેન્ડ બાદ ટેસ્ટ મેચ રમનાર અફઘાનિસ્તાન ૧૨મો દેશ બનશે. આયર્લેન્ડે ગત મહિને પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી.

અંજ્કિય રહાણેએ કહ્યું હતું કે, રાશિદ ખાન ખરેખર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિશેષ કરીને ટી-૨૦માં. તેણે હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે શાનદાર બોલર છે અને કોઇએ પણ તેનો સ્વીકાર કરીને તેનું સન્માન કરવું જોઈએ. અફઘાનિસ્તાનને હળવાશમાં લઈ શકાય નહીં.

અફઘાનિસ્તાનના કેપ્ટન અસગર સ્ટાનિકજઈએ કહ્યું, અમારા માટે આ એક મહાન ક્ષણ છે કારણ કે અમે અમારી ટેસ્ટ યાત્રાની શરૂઆત  કરી રહ્યાં છીએ. ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમવી સન્માનની વાત છે. અમને આશા છે કે, અમે ભારતને પડકાર આપશું.

દરમિયાન બંને ટીમોએ ચીનસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી.પુજારા કાઉન્ટી રમીને સીધો બેંગ્લોર પહોંચ્યો હતો અને તેના પાર મોટો મદાર છે કારણ કે કોહલી આ મેચમાં નથી ત્યારે બેટિંગની જવાબદારી તેમના પર વધારે રહેશે

૨૦૦૦ની સાલમાં બંગલાદેશ પોતાની સૌપ્રથમ ટેસ્ટ (ઢાકામાં) ભારત સામે રમ્યું હતું અને એમાં ભારતનો ૯ વિકેટે વિજય થયો હતો. ૧૯૯૨માં ઝિમ્બાબ્વે પોતાની પ્રથમ ટેસ્ટ (હરારેમાં) ભારત સામે રમ્યું હતું અને એ મેચ ડ્રોમાં પરિણમી હતી. આયર્લેન્ડ ગયા મહિને પોતાની સૌપ્રથમ ટેસ્ટ (ડબ્લિનમાં) પાકિસ્તાન સામે રમ્યું હતું જેમાં પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.