Abtak Media Google News

આજની શિક્ષણ પદ્ધતીમાં પુસ્તકીયા જ્ઞાન પર વિશેષ મહત્વ આપતાં હોવાથી વિદ્યાર્થીનો સર્ંવાગી વિકાસ રૂંધાય છે.છાત્રને ભણાવવાનો નથી પણ ભણતો કરવાનો છે.તેમનામાં  રહેલી છુપી કલાઓને પારખીને પ્રોત્સાહન આપીને  તેનો વિકાસ કરવો જરૂરી છે ૩૬૫ દિવસનાં શૈક્ષણીક કેલેન્ડરમાં દરમાસે કે વીકલી-પરિક્ષા ટેસ્ટ તેના સર્ંવાગી વિકાસમાં અડચણ કરે છે.આજના છાત્રોને ગણિતમાં ભલે સોમાંથી સો ગુણ ન આવે તો ચાલશે પણ અભ્યાસ સાથેની ઈગર પ્રવુતિમાં રસ લેતો કરવો સૌથી આવશ્યક છે.

Knowledge Corner Logo

કારકિર્દીલક્ષી વિકાસમાં પણ વિવિધ આવડતો અનુભવોની જરૂર તેમને પડશે તેથી અત્યારથી જ તેમણે શાળાએ મા-બાપે તૈયાર કરવા પડશે અઢી વર્ષ થી પ્લેહાઉશનાં પગથીયા ચડતું બાળક આજે ભણતરનાં ભારથી ઝુકી ગયું છે. ભાર વગરનાં ભણતર  કયાં કોણ શોધશે?તે પ્રશ્ર્ન છે.તહેવારોની સમજ ઉજવણી -પરિવારની સમજ-સંગીત-ચિત્ર રમત ગમતને શિક્ષણ જેટલું પ્રાધાન્ય આપીને શિક્ષકોએ તેનો વિકાસ કરવો જરૂરી છે.ઈગર પ્રવૃતિનું મેદાન ખુબ મોટું છે જેમાં ગાયન-વાદન -નૃત્યની સાથે મૌખિક અભિવ્યકિત ખીલવવી પણ આવી જાય છે. પ્રાર્થના સંમેલન આ માટે બેસ્ટ છે, પ્રારંભજ અડધા કલાક ચાલતા આ સેશનમાં રસ-રૂચી-વલણો પ્રમાણે  બાળકોની શકિત પારખીને તેને  પ્રોત્સાહીન કરવા શાળા સંકુલનું અગ્રીમ કાર્ય છે પણ આજે તો કોર્સ પુરો કરવાની  ઉતાવળમાં છાત્રને મજુર બનાવી દેવાયો છે.

ન કરવી શકે ? શિક્ષણ અનુભવજન્ય હોવુ જરૂરી છે વરસાદી માહોલ હોય ત્યારે ઋતુચક્ર ભણાવો તો તુરંત  બાળક શીખી જાય એવી રીતે રંગ પુરણી, માટીકામ, ચિત્રકામ, કાગળકામ, રોલપ્લે, સ્ટોરી ટેલીંગ-કલાસીકલ, વેર્સ્ટન ડાન્સ,વેશ ભુષા જેવી વિવિધ આવડતમાં બાળકોને રસ લેતો કરવો આજના યુગમાં સૌથી મહત્વની બાબત છે.

સોમવારે શાળા પ્રારંભે ગઈ કાલે રવિવારે  તે શુકર્યુ તે પૂછતાં બાળકે જે કર્યુ હશે તે ક્રમબધ્ધ કહશે જેથી તેનામાં મૌખિક અભિવ્યકિત ખીલશે શું આવુ ન કરી શકાય શિક્ષણમાં એજ ટીપીકલ પાઠ સમજાવવાની રીતમાં અલગ અલગ શિક્ષણની રીતોનો ઉપયોગ ન થઈ શકે અભ્યાસની સાથે સહઅભ્યાસથી જ છાત્રોનો સર્ંવાગી વિકાસ કરી શકાય છે.સારી-ખરાબ ટેવો વિશે સમુહમાં  સમજાવવીએ તેમજ મુલ્યલક્ષી શિક્ષણમાટે વિવિધ પ્રેરક પ્રસંગો જો દરરોજ બાળકને સંભળાવવી એ તો તેનો  મહત્તમ સુધારો કરી શકાય છે.

શિક્ષણમાં આવતી કવિતા મોટા ભાગેશિક્ષક પાઠની જેમ ભણાવે છે ત્યારે તેને ગાયને સંગીતના સાધનોની મદદથી શ્રેષ્ઠ ટેકનીકથી ભણાવો તો  અવશ્ય સારા પરિણામો મળી શકે રોલ પ્લેકે નાટય પધ્ધતિથી ઈતિહાસ સૌથી શ્રેષ્ઠ ભણાવી શકાય છે.ગમેતેવા કંટાળા સબજેકટને તમો પ્રવૃતિબેઝ બનાવીને સરળ કરી શકો છો.

દર માસે તે બાળકને એક પ્રશ્ર્ન આપીને તેનો ઉકેલ લાવવા માટે દશ દિવસનો સમય આપો, નિયત સમયે છાત્ર તેની બેસ્ટ વિચાર શકિત, નિર્ણય શકિતથી શ્રેષ્ઠ નિવેડો લાવે છે.આવું કેટલી શાળા કરશે?  તે પણ પ્રશ્ર્ન છે. અભ્યાસની સાથે સાથે જ બાળક ભણેપણ છે.ગણેપણ છે ને તેનો માનસિક વિકાસ પણ કરે છે ખરા અર્થમાં  શિક્ષણ તો એકટીવીટ  બેઝ લનીંગ જ હોવું જોઈએ.

વાંચન-ગણન ને લેખકમાં કુશળતા પ્રાપ્ત કરનાર છાત્રોને સમયાંતરે પ્રવૃતિ તરફ વાળવો તમામ  શિક્ષકો-શાળાની ફરજ છે.સુટેવોનું લિસ્ટ બાળક પાસે જ કરવોને ભૂલથાય ત્યારે તેને યાદ દેવડાવો જેથી ભૂલ સ્વીકારીને સમજદારી કેળવશે.

જીવનની પરિક્ષા પરિક્ષા કે નું  જીવન…

શિક્ષણ જ આજની ૨૧ મીસદીમાં નોલેજ છે, કરન્સી છે, સર્ંવાગી વિકાસ છે ત્યારે  પુસ્તકીયા શિક્ષણની સાથે સાથે ઈત્તર પ્રવૃતિ સાંકળીને તેનો  સર્ંવાગી વિકાસ કરવો જરૂરી છે. આજે તો બાળક શું ભણે છે ?શું લેશન કરે છે? તે તેમજ ખબર નથી હોતી ત્યારે  સ્વ-અધ્યનની સંકલ્પના સિધ્ધી કરીને  સાચા અર્થમાં તેને રસથી પોતે  ભણતો થાય તેવી ટેકનીક થી શિક્ષકોએ ભણાવવો પડશે.પ્રાથમિક શિક્ષણ પાયાનું શિક્ષણ છે, તે આવતીકાલનો નાગરીક છે ત્યારે પ્રવૃતિમય શિક્ષણ થી તેને શ્રેષ્ઠ નાગરીકનું ઘડતર કરીને દેશનાં વિકાસમાં ફાળો કોણ આપશે?બાળકને રમવું -કુંદવુને

ચિત્રો દોરવા છે પણ … આ ‘ભાર’ શિક્ષણમાંથી સમય મળે તો  ને !!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.