Abtak Media Google News

સાયક્લોફન-૨૦૧૮માં ભાગ લેવા લોકોમાં ઉત્સાહ રજીસ્ટ્રેશન છેલ્લો દિવસ ૨૮ જાન્યુઆરી ગુરુશિખર રાઇડમાં માત્ર બે રાઇડરોએ નિયત સમયમાં પૂર્ણ કરી જેમાં એક રાજકોટ સાયકલ ક્લબના સભ્ય….

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મેરેથોન-૨૦૧૮ની પ્રિ-ઇવેન્ટ તરીકે દર વર્ષે સાયકલોફન ૫૦ કિમીની સાઇકલ રાઇડનું આયોજન થતું હોય છે. આ વખતે પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ ક્બલ અને સુરક્ષા સેતુ સોસાયટી ક્લબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ૪ ફેબ્રુઆરીના રોજ સાયકલોફન-૨૦૧૮નું આયોજન થયેલ છે ગત વર્ષે આ ઇવેન્ટને અભૂતપૂર્વ  સફળતા મળેલ અને રાજકોટના સાઇકલ રસીકો અને ફીટનેશ પ્રેમી લોકો દ્વારા વારંવાર એવી માંગણી થતી રહી છે કે આવી સાઇકલ રાઇડનું આયોજન વર્ષમાં બે કે ત્રણ વાર થવું જોઇએ.

સાયકલોફન-૨૦૧૮નું રજીસ્ટ્રેશન શરુ થતાં રાજકોટના સાઇકલ રાઇડરો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે ખૂબ જ ઉત્સાહીત જોવા મળ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, આજી-મેટોડા જીઆઇડીસી, મારવાડી કોલેજ, એવીપીટી કોલેજ, એસએનકે સ્કુલ, રાજકોટ ટ્રાફિક પુલિસ, રાજકોટ રર્નસ ગૃપ તથા અન્ય સંસ્થાઓ દ્વારા મોટા પ્રમાણમાં નોંધણી થઇ રહી છે.

Cyclofun
Cyclofun

રાજકોટમાં અમીન માર્ગ પર આવેલ રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા આ ઇવેન્ટની નોંધણી માટેની કામગીરી થઇ રહી છે આ સિવાય પણ (૧) પ્રયાગ ઇન્ટરનેશન (અનમોલ ટાવર, સાધુવાસવાની રોડ) (૨) સાયકલ ઝોન (ટાગોર રોડ) (૩) ટ્રેક એન ટ્રેલ (આનંદનગર મેઇન રોડ) (૪) નીઓ જવેલર્સ (જાગનાથ પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ) (૫) ભાવીન પાંભર (સ્વામીનારાયણ ભુવન, પારેવડી ચોક પાસે, ભાવનગર રોડ) જગ્યાએ પણ સાયકલોફન-૨૦૧૮ની નોંધણી થઇ શકે છે. (રાઇડરોની અને સાયક્લીંગ હેલ્મેટ આપવામાં આવે છે.) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ, સાયકલ ક્લબ (RCC) ના મેમ્બરો, રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના મેમ્બરો તથા રોટરી મીડટાઉન લાઇબ્રેરીનો સ્ટાફ આ ઇવેન્ટને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપી રહ્યાં છે.

રાજકોટ સાયકલ ક્લબ (RCC) હવે જનતા માટે કોઇ અજાણ્યુ નામ નથી., અલબત RCC એ રાજકોટની શાન જેવું બની ગયું છે. RCCના મેમ્બરોની સંખ્યાદિન પ્રતિદીન વધી રહી છે. રાજકોટ શહેરના લોકો ફીટનેશ માટે સાયકલનો ઉપયોગ નોંધપાત્ર સંખ્યામાં કરી રહ્યાં છે. દરરોજ સવારેRCCદ્વારા ૨૦- ૨૫ કિમીની ફીટનેશ રાઇડ થતી હોય છે. ઘણા લોકોએ આવી રેગ્યુલર રાઇડ દ્વારા નોંધપાત્ર (૫ થી ૨૦ કિલો) વજન ઘટાડ્યું છે, તો ડાટાબીટીસ, બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બિમારી સામે લડત આપી છે.

આ સંસ્થામાં ૧૫ થી ૭૦ વર્ષના લોકો સભ્યો છે અને વધુને વધુ લોકો સંસ્થા સાથે જોડાઇ રહ્યાં છે.

ફાન્સની AUDAXક્લબ દ્વારા RCC ને માન્યતા મળે છે અને AUDZXદ્વારા યોજાતી લાંબા અંતરની BRM ride નું RCC દ્વારા આયોજન થાય છે. જેમાં ૨૦૦ કિમી, ૩૦૦ કિમી, ૪૦૦ કિમી અને ૬૦૦ કિમી જેવી મોટી સાયકલ રાઇડ પણ યોજાય છે. હાલમાં જ યોજાયેલ ગુરુશિખર BRMજે ગુજરાતમાં યોજાતી બધી BRMખૂબ જ અધરી ગણાય છે. આ BRMરાઇડમાં કુલ નવ સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં માત્ર બે રાઇડરોની નિયમ સમયમાં પૂર્ણ કરેલે જેમાંથી એક રાઇડર રાજકોટના  હતા કલેમેન્ટ રાજ નામના રાઇડરે આ BRMપૂર્ણ કરી RCCની યશકલગીમાં વધારો કર્યો છે. RCCના મેમ્બરો આવી લાંબા અંતરની રાઇડ પણ નિયત સમયમાં પૂર્ણ કરીને અનેક મેડલો મેળવીને રાજકોટ તથા RCCનું નામ દેશભરમાં ઉંચુ કરેલ છે.

સાયકલોફન-૨૦૧૮માં રજીસ્ટેશન કરાવવાની છેલ્લી તા. ૨૮ જાન્યુઆરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.