Abtak Media Google News

કાનાલુસમાં રેલવેના પુલમાં કામ કરતી એક મહિલાને અધૂરા મહિને દુખાવો ઉપડતા ખાવડી ૧૦૮ એમ્બુલેન્સ ટીમે તાત્કાલિક ધસી જઇ ડિલેવરી કરાવી માતા તથા નવજાત બાળકનો જીવ બચાવી દીધો હતો.

કાનાલુસ  રેલવેના પુલમા કામ કરતા મજુર સરલાબેન અર્જુનભાઈ સામોર (ઉંમર ૨૧)કને અચાનક અધૂરા મહિને ડિલિવરી દુખાવો ઉપડતા તેમના સગા એ ૧૦૮ મા કોલ કર્યો જેનો કોલ ખાવડી લોકેશન ૧૦૮ ને મળતા  તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા  પણ સ્ટેશન પર માલ ગાડી હોવા થી એમ્બુલેન્સ જઈ શકે તેમ નહોતી.

આશરે  ૧.૫ સળ દૂર હતા જેને ૧૦૮ સ્ટાફ પાઇલોટ ધર્મેશભાઈ અને ઊખઝ રસીલાબા એ સ્ટ્રેચર મા રેસ્ક્યુ કરી  માલગાડી ક્રોસ કરીને એમ્બુલેન્સ મા લાવ્યા પણ દુખાવો વધી જતા રસ્તામા એમ્બુલેન્સ રોકી ડિલિવરી કરવી પડી હતી.

અધૂરા મહિને થતી ડિલિવરી ઘણી મુશ્કેલ હતી પણ ૧૦૮ સ્ટાફ રસીલાબા ઉપરી અધિકારી ના મદદ થી ડિલિવરી કરાવી અને મા અને  બાળકી નો જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર અર્થે જામનગર જી. જી. હોસ્પિટલમાં લાવ્યા હતા દર્દીના સગા અને રેલવે ના લોકોએ ૧૦૮ સ્ટાફની કામગીરીને બિરદાવી આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.