Abtak Media Google News
  • કંડલા પોર્ટ સાથે રોડ કનેકટીવીટી સરળ અને ટ્રાફીકની સમસ્યાનો થયો કાયમી ઉકેલ

દિનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા  કચ્છ સોલ્ટ જંકશન  પર ઇન્ટરચેન્જ કમ રોડ ઓવર બ્રિજ ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સોલ્ટ જંકશનખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાના ઇન્ટરચેન્જ કમ રોડ ઓવર બ્રિજનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું.દીનદયાલ પોર્ટે કંડલા  ખાતે વર્લ્ડ ક્લાસ રોડ ઓવર બ્રિજ નું નિર્માણ કર્યું છે, જે ટ્રાફિકની ભીડને ઘટાડશે અને કાર્ગો બર્થ નંબર 1 થી 16 સુધી સરળ કાર્ગોને બહાર કાઢવાની સુવિધા આપશે.સતત વધતી જતી વેપાર જરૂરિયાતોને પહોંચી વળવા માટે, પોર્ટ ક્ષમતાના વિસ્તરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

14.892 કે.એમ. ની કુલ લંબાઈ ધરાવતું ઓવર બીજ રૂ.273 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે બાંધવામાં આવ્યું છે. .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ સોલ્ટ જંકશન ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાના ઇન્ટરચેન્જ કમ રોડ ઓવર બ્રિજનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું.દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા 25-02-2024ના રોજ ગાંધીધામના ડો. બાબાસાહેબ આંબેડકર ક્ધવેન્શન સેન્ટર ખાતે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માટે લાઇવ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શ્રી વી. રવિન્દ્ર રેડ્ડીના વર્તમાન કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો છે, મુખ્ય ઇજનેર-ઉઙઅ છઘઇ ના આયોજન અને બાંધકામમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના એન્જિનિયરિંગ વિભાગની નોંધપાત્ર સંડોવણી જોવા મળી હતી.

ગુણવત્તા અને સલામતીના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરીને, પ્રોજેક્ટના એકીકૃત અમલને સુનિશ્ચિત કરવામાં તેમની કુશળતા અને ઝીણવટભર્યું આયોજન નિમિત્ત હતું. જેનાથી અકસ્માતોની શક્યતાઓ ઓછી થાય છે અને માર્ગ સલામતીના ધોરણોમાં સુધારો થાય છે.કંડલા બંદરના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને અને રેલવે ફાટકનાં પરિવહનમાં પડતી મુશ્કેલી નિવારવા ઈન્ડિયન પોર્ટ રેલવે કોર્પોરેશન દ્વારા નિર્માણાધીન અત્યાધુનિક રેલવે ઓવરબ્રિજનું  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોર્ટના ભાવિ વિકાસની પરિયોજનાથી સંકુલના  થનારા વિકાસની બ્લૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી.

Img 20240226 Wa0004

રાજકોટ ખાતે યોજાયેલા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રિમોટ કંટ્રોલથી 280 કરોડના ખર્ચે બનેલા 14 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું  લોકાર્પણ કર્યું તે વેળાએ આંબેડકર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠયો હતો. વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વે ચેરમેન એસ.કે. મેહતાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, રેલવે ફાટકના કારણે પ્રતિદિન ત્રણથી ચાર કલાકનો ટ્રાફિકજામ રહેતો હતો ત્યારે આ સમસ્યાનાં નિવારણ માટે વડાપ્રધાને વર્ષ 2017માં અદ્યતન આર.ઓ.બી.નો વિચાર રજૂ કર્યો અને તેનું ખાતમુહૂર્ત કરાયું હતું અને હવે તેમના જ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પુલ ઉપર વાહનવ્યવહાર ચાલુ થયા બાદ ટ્રાફિક સમસ્યા  ભૂતકાળ બની હોવાનું જણાવ્યું હતું. આ સુવિધા માત્ર ભારે વાહનના ચાલકો માટે જ નહીં, પરંતુ પોર્ટના અધિકારીઓ, કસ્ટમના અધિકારીઓ, કર્મચારીઓ માટે કંડલા જવામાં સરળતા થશે. પોર્ટ ગાંધીધામના અર્થતંત્ર માટે કાર્યરત રહે છે. ડી.પી. વર્લ્ડનાં આગમનથી આગામી દિવસોમાં ગાંધીધામનું અર્થતંત્ર વધુ વેગવંતુ બનશે તેવો વિશ્વાસ અધ્યક્ષે વ્યકત કર્યો હતો.  ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ,   એ.કે. સિંઘ,   એસ.કે મહેતા,ઉપાધ્યક્ષ  નંદેશ શુકલા,  નીલકંઠ ગ્રુપના તેજાભાઈ કાનગડ, ચેમ્બર ઓફ કોમર્સના નરેન્દ્ર  રામાણી,  પંકજ ઠક્કર,  એચ.એમ.એસ. યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણ,  કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહન આસવાણી, પોર્ટના સેક્રેટરી સી. હરિચંદ્રન, વાય.કે. સિંઘ.કંડલા  નવનીત ગજ્જર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ચીફ ઈજનેર રવીન્દ્ર રેડ્ડીએ કરી હતી, તેવું જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.