Abtak Media Google News

જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની હાજરીમાં બન્ને કાર્યક્રમો સમ્પન્ન થયા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે આટકોટ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને પોલીસ આવાસ બાંધકામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના ૨૬મી જાન્યુઆરી ૭૧ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ લાઈનના બી કેટેગરીના પોલીસ આવાસ બાંધકામનું ખાતમુહૂર્ત તેમજ વહીવટી તંત્રના વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયા હતા. આ તકે સરદાર પટેલ જળસંચય સહભાગી યોજનના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ પંકજભાઈ ચાંવ, પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ છાયાણી, એસપીએસ સંકુલના ડાયરેક્ટર ડો.કમલેશભાઈ હીરપરા સહિતના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આટકોટ પોલીસ મથકના પીએસઆઈ કે.પી.મેતા સહિતનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી.

આટકોટ ગામે આવેલ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ આટકોટ ખાતે રાજકોટ પોલીસ લાઈનના બી કેટેગરીના ૪૮ પોલીસ આવાસ બાંધકામનું રૂ.૭ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.