Abtak Media Google News

આજકાલ એક પ્રાચીન ટ્રેન્ડ-પ્રણાલી ફરીથી શરૂ થઈ રહી છે.૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગરૂપે મહાપાલિકાનાં હેલ્થ સેન્ટરો પર સગર્ભા સ્ત્રીઓ માટે ગર્ભ સંસ્કારનાં કાર્યક્રમો થઈ રહ્યા છે.આ ગર્ભ સંસ્કાર શું છે? કેમ અપાય છે?તેવા વિવિધ ઉદ્દભવતા પ્રશ્ર્નો  જવાબ સૌ કોઈએ જાણવા જરૂરી છે.

Knowledge Corner Logo 1

આવો સંસ્કારવાન પેઢીનું ઘડતર કરીએ ગર્ભસંસ્કાર અર્થાત આયુ, કર્મ, ધન, વિદ્યા, અને મૃત્યુની રચના ગર્ભમાંજ થાય છે.બાળકનાં મસ્તિષ્કનો ૮૦ ટકા ભાગ ગર્ભકાળ દરમ્યાન જ વિકસીત થઈ જાય છે.જયારે માતા પ્રસન્ન હોય ત્યારે વિધેયાત્મક ગ્રંથીરસ જેવા કે સિરોટોનીન, એર્ન્ડાફિન, પોન ફેકલીન નો સ્ત્રાવ થાય છે. અને માતા જયારે  દુ:ખી થાય છે ત્યારે નકારાત્મક ગ્રંથીરસ જેવા કે એન્ડ્રીનલીન, નોર એડ્રીનલીન, એ.સી.ટી.એચ.કાર્ટીસોલનો સ્ત્રાવ થાય છે.આસ્ત્રાવોની અસર લોહી દ્વારા બાળકના અવચેતન મન (હાઈપોથેલેમસ અને લિમ્બિક સિસ્ટમ) પર થાય છે.

સંસ્કારોમાં અધ્યાત્મ સમાયેલું હોય છે.સુયોગ્ય સંતાન પેદા કરવું તે એક સાધના છે.તેના માટે સંઘમી તથા મનસ્વી બનવું પડે છે.દરેક માતા-પિતા પોતાનું સંતાન સર્વગુણ સંપન્ન હોય એવું ઈચ્છે છે.તે સુંદર અને શ્રેષ્ઠહોય તેવું ઈચ્છે છે.પરંતુ એ માટે કોઈ નકકર પ્રયત્નો કરતાં નથી  આથી તેમનાં પ્રયાસો અધુરા રહી જાય છે. સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે જો ઉત્તમ પાક મેળવવો હોય તો  ઉત્તમ બીજ પસંદ કરવું પડે. સંતાનની બાબતમાં માતા-પિતાને પણ આવાતજ લાગુ પડે છે.સંતાન કેવું જન્મશે, તેનામાં કઈ શકિતઓ તથા કેવા ગુણો હશેએ બધી  બાબતોનો આધાર સંતાનગર્ભમાં આવતા પહેલાની માતા પિતા મન:સ્થિતિ તથા શારિરિક સ્થિતિ પર રહેલો છે. શિશું ગર્ભમાં આવે તે પહેલા માતા -પિતાની સ્થિતિ જેવી હોય છે, એને અનુરૂપ જ આત્માગર્ભમાં પ્રવેશ કરે છે.

મહર્ષિ ધૌમ્યે જણાવેલ છે કે શ્રેષ્ઠ સંતાન પેદાી કરવા માટે સંસ્કારી માતા-પિતા, ઉત્તમ શિક્ષણ,પ્રેમ અને સહકારથી ભરેલું  વાતાવરણ તથા ઉતમ દેખરેખ હોવા જરૂરી છે.શૌનક ઋષિ અનુસાર ઔષધિસેવન અને યજ્ઞકર્મથી ગર્ભ પ્રવિત્ર અનુશુદ્ધ થાય છે.

આથી જ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પ્રાચિનકાળમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ હેતું ગર્ભવતી માતાને પોતાના વ્યકિતગત કર્તવ્યોનું તથા સમગ્ર પરિવારને આવનારી નવી આત્માના સ્વાગત માટે શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા માટે માર્ગદર્શન આપવા હેતુ થી ત્રણ સંસ્કારોનું આયોજન છે જેમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમન્ત સંસ્કાર આમા અંતિમ સંસ્કાર સીમન્ત ગર્ભ ધારણ કર્યાના સાતમાં મહિને અપાય છે.જે આપણને ખબરજ છે.પ્રાચિન કાળમાં પોતાની ઈચ્છા પુરી કરવા માટે નહિ, પરંતુ આત્મ વિકાસ માટે, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તથા ઉત્તમ સંતાનો પ્રાપ્ત કરવા માટે  ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરાવવામાં આવતો હતો. આથી જ પ્રત્યેક પતિ-પત્નિ પારિવાહિક દષ્ટિથી સંકલ્પ કરે છે.શ્રેષ્ઠ આત્માઓ શ્રેષ્ઠ વાતાવરણની શોધમાં રહે છે, જયારે નિચ આત્માઓ નીચ સ્થિતિવાળું અને સામાન્ય આત્માઓ સામાન્ય સ્થિતિવાળું વાતાવરણ શોધે છે. ગર્ભસ્થાપન કરતાં પહેલા, ગર્ભ ધારણ કર્યાના ત્રીજા મહિને અને સાતમે મહિને  આપણી પ્રાચિન પરંપરાને અનુસરીને પતી-પત્ની સમાજને શરીરથી અને મનથી સ્વસ્થ નાગરીક ભેટ આપે છે.વાસના ધૃણિત છે, એનાથી બધુ નષ્ટ થાય છે, પરંતુ સંતાન પ્રાપ્તિ મહાન છે.અમે રતિક્રિયા વાસનાના ધુણિત ઉદ્દેશ માટે નહિં, પરંતુ વિશ્ર્વ માનવને પોતાનો એક અંશ  ભેટ આપવા માટે કરશું ભગવાન અમારી  ઈચ્છા પૂર્ણ કરે આવો શુભ સંક્લ્પ પતી પત્નિએ કરવાનો હોય છે.

ગર્ભ સંસ્કારમાં વિજ્ઞાન સમાયેલું છે.આપણું શરીર વિભિન્ન અંગોનું જીન્સ દ્વારા નિર્માણ કરવાનું કાર્ય એન્જાઈનો પર આધારીત હોય છે.આ એન્જાઈમો ન્યુકિલક એસીડનાં માધ્યમથી જીન્સ સાથે સંબધ હોય છે. આધુનિક વિજ્ઞાને પ્રયોગો કર્યા કે ચુંબકત્વ શકિતના પ્રયોગો -ઉપચારો દ્વારા એન્જાઈમોને પ્રભાવિક કરીને જીન્સના વિકાસક્રમમાં ફેરફાર કરી શકાય છે.પ્રાચિન ભારતમાં સુસંતતિ માટે તપ-સાધનાના વિજ્ઞાનનું પ્રયોજન હતું. જેના દ્વારા મનુષ્યમાં અંત નિહિત ચુંબકત્વ શકિતનો વિકાસ અને અભિવર્ધન કરી શકાય છે. આ ઉપરાંત સાધના દ્વારા શરીરસ્થ જૈવિય વિદ્યુતને પ્રખર બનાવી મંત્રોના માધ્યમથી  ઉત્પન્ન અતિ ધ્વનિઓ તથા  યજ્ઞાદિના વિકિરણનો ઉપયોગ આ દિશામાં સફળતા પૂર્વક કરવામાં આવતો હતો.

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ૬ માસનું બાળક બધી વાતોને સાંભળી શકે છે.માતાની ભાવનાને ઓળખી શકે છે. અને સામે પ્રતિભાવ પણ આપી શકે છે.ત્રીજામહિને  જ બાળક અવાજ, ગંધ, અને સ્વાદ ઓળખી લે છે.અલ્ટ્રાસાઉન્ડ દ્વારા બાળકનાં મસ્તિષ્કના ન્યુરોન્સ પર સંગીતની અસર થાય છે.સંશોધનો અને પ્રયોગોના અવલોકન બાદ ચિકિત્સક, મનોવૈજ્ઞાનિક, પરામનો વૈજ્ઞાનિક અને જીનેટીક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે કે ગર્ભસ્થ બાળકનાં વિકાસમાં ફકત જીન્સનો જ નહિં પરંતુ માતા-પિતાના આચાર વિચાર તેમજ પરિવાર અને સમાજના વાતાવરણનો પણ ગંભીર પ્રભાવ પડે છે.ગર્ભકાળ દરમ્યાજ ગર્ભ સંસ્કાર કરવાથી  તે સમય દરમિયાન  કરવામાં આવતાં ચિંતનથી શારિરીક સાંસ્કૃતિક અને પ્રકુતિ પર તો અસર થાય છે, સાથે સાથ બાળકોનાં ચિંતન, કૌશલ્યો, પ્રતિભા તથા ભાવ સંવેદના માટે બળ મળે છે. જે પરોક્ષ રૂપે માતાના ગર્ભાશયમાં ચિંતન-ભાવનાને અનુરૂપ સક્રિય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.