Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પોલીસ સ્ટેશનો ખાતે પકડાયેલ મુદ્દામાલના નિકાલ કરવાની ઝુંબેશના ભાગરૂપે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકની સુચના અનુસાર લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ચોટીલા એસ.ડી.એમ. વી.ઝેડ. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સને મે ૨૦૧૬ થી મે ૨૦૧૮ દરમિયાન પ્રોહિબીશન એકટના વિદેશી દારૂના ૨૮ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાંડના વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૩૦,૪૨૫ કુલ કિંમત રૂ. ૭૬,૮૯,૧૦૦/- મુદ્દામાલનો* નામદાર કોર્ટના હુકમ આધારે તેમજ *બામણબોર પોલીસ સ્ટેશન ખાતે સને જાન્યુ. ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ દરમિયાન પ્રોહિબીશન એકટના વિદેશી દારૂના ૨૪ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાંડના વિદેશી દારૂ કુલ બોટલ નંગ ૪૯,૬૨૬ કુલ કિંમત રૂ. ૧,૪૦,૬૩,૨૭૦/- મુદ્દામાલનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ  ૮૦,૦૫૧ કુલ કિંમત રૂ. ૨,૧૭,૫૨,૩૭૦/- ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો….

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.